માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રનું મોત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025  |   જૂનાગઢ   |   10197

જૂનાગઢના માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે દટાયેલા દાદા અને પૌત્રનું મોત થયુ હતુ. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં ગમગીની છવાઈ હતી. ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. 


આ દુર્ઘટના માંગરોળના ચા બજાર વિસ્તારમાં બની હતી. એક જર્જરિત અને જૂનું મકાન અચાનક ધસી પડ્યું હતું. તે જ સમયે એક દાદા તેમના પૌત્ર સાથે બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મકાનનો કાટમાળ સીધો તેમના પર પડ્યો હતો, જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત થયું હતું.


આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આવા જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution