લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026 |
2574
અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં પાથરણા બજારની જમીન પર થયેલા પાંચ રાઉન્ડ ધડાધડ ફાયરિંગના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેના દીકરા અને દીકરીની ધરપકડ બાદ જેલહવાલે કરી દેવાયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જે પોણા છ વીઘા જમીન માટે આ વિવાદ થયો તેની બજાર કિંમત ૬૭૫ કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ કરોડો રૂપિયાની જમીન પર નિવૃત્ત ડીવાયએસપીના દાદા ક્યારેક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા અને પિતા ચાની કીટલી ચલાવતા હતા. જેના આધારે આખો પરિવાર ખોટા દસ્તાવેજાે ઊભા કરી જમીન પચાવી પાડવા માંગતો હતો. નહેરૂનગર ખાતે આવેલી આ આશરે પોણા ૬ વીઘા એટલે કે ૧૩,૫૦૦ ચોરસ મીટરની જમીનની કિંમત આશરે ૬૭૫ કરોડ રૂપિયા થાય છે. વર્ષો પહેલાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના દાદા આ જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ત્યારબાદ તેના પિતા પ્યારેસિંહ ત્યાં ચાની કીટલી ચલાવતા હતા. આ કનેક્શનના જાેરે અશોકસિંહ ચૌહાણ ભાડૂઆત બનીને ગમે તે ભોગે આ કિંમતી જમીન હડપ કરવાના પેંતરા રચી રહ્યા હતા. હદ તો ત્યાં થઈ કે, વર્ષ ૨૦૧૬માં અશોકસિંહે પોતાના આઈટી રિટર્નમાં પણ આ જમીન પોતાની હોવાનું દર્શાવી હતી. આ જમીન પચાવી પાડવા માટે ચૌહાણ પરિવારે અનેક કાયદાકીય દાવપેચ ખેલ્યા પરંતુ દર વખતે તેમને જાેરદાર લપડાક મળી છે. વર્ષ ૨૦૦૦માં મામલતદારે અશોકસિંહ ચૌહાણનો દાવો નકાર્યો, જેની સામે જીડ્ઢસ્માં અપીલ કરતાં તેમણે પણ મામલતદારનો ઓર્ડર કન્ફર્મ રાખી દાવો ફગાવ્યો. વર્ષ ૨૦૧૬માં સિટી સિવિલ કોર્ટમાં કરેલો ભાડૂઆતનો દાવો પણ કોર્ટે ફગાવી દીધો. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૩માં અશોકસિંહ ચૌહાણે એડવર્સ પઝેશન માટે પિટિશન કરી હતી. પરંતુ જમીનના મૂળ માલિક બપિન વાડીલાલ મહેતાના વારસદારોની રજૂઆતના પગલે ગત છઠ્ઠી મે ૨૦૨૬ના રોજ કોર્ટે તે ઓર્ડર પણ રિજેક્ટ કરી દીધો હતો. કોઈપણ કાયદેસરનો માલિકી હક ન હોવા છતાં ચૌહાણ પરિવારે વર્ષ ૨૦૨૫માં ગેરકાયદે રીતે પાથરણાવાળાઓ સાથે ભાડા કરાર કરી દીધા હતા અને આશરે ૩૦ લાખ રૂપિયા એડવાન્સ મેળવીને મહિને ૧ લાખ રૂપિયા જેટલું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. જાેકે, કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદે બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન સોશિયલ મીડિયા અને સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. જેમાં નિવૃત્ત ડીવાયએસપીના દીકરા અને દીકરી હાથમાં લોખંડની પાઇપો, સળિયા અને ધોકા લઈને આ ગેરકાયદે જમીનની રખેવાળી કરતા અને લોકોને ધમકાવતા નજરે પડે છે. પોલીસે આ વીડિયોના આધારે તેમની સામે પણ ગુનો નોંધી ત્રણેય સભ્યોને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.