દિશા સાલિયાનએ મરતાં પહેલાં ૧૦૦ નંબર પર કોલ કર્યો હતો !

મુંબઈ

સુશાંત સિંહ રાજપૂતની પુર્વ મેનેજર અને સેલેબ્રિટી દિશા સાલિયાનની મોત પણ સુશાંતના મોતના થોડા દિવસ પહેલા જ થઈ હતી અને એને પણ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. હાલમાં જ એવી ખબર આવી હતી કે દિશાએ મોત પહેલાં પોલીસને કોલ કરવા માટે ૧૦૦ નંબર પર કોલ કર્યો હતો. આ કોલ દિશાનો છેલ્લા કોલ હતો અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. મુંબઈ પોલીસને કોલ કરવાની આ અફવા પર શુક્રવારે સાચી માહિતી બહાર આવી ગઈ છે. મુંબઈ પોલીસે કહ્ય્šં કે દિશાએ છેલ્લે ફોન ૧૦૦ નંબર પર નહીં પણ એના એક દોસ્તને કર્યો હતો.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, દિશાએ છેલ્લો કોલ ૧૦૦ નંબર પર નથી કર્યો. તેણે છેલ્લો ફોન પોતાની દોસ્ત અંકિતાને કર્યો હતો. ૧૦૦ નંબર પર ફોન કરવાની વાત બિકકુલ ખોટી છે. આ નિવેદન પોલીસે એવા સમયે આપ્યું કે જ્યારે દિશાના મોતને લઈ અનેક ખબરો આવી રહી છે. અને આ બધા પાયા વિહોણી તેમજ અફવાઓ હોવાનું કહેવાય રહ્ય્šં છે.

મુંબઈ પોલીસે આ પહેલાં પણ એક વાતનો ખુલાસો કર્યો હતો. કારણ કે એક અફવા ફેલાવવામાં આવી રહી હતી કે દિશાનો બોડી નગ્ન અવસ્થામાં મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસને લઈને પણ દિશા વિશે ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી. આ અફવાઓ ફેલાવવાને લઈને ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution