રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પહેલા વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીની ચેતવણી: ઓછી આવક બતાવશો તો પ્રવેશ નહીં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   1881

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનાં મૂળભૂત અધિકાર સામે આર્થિક રીતે સક્ષમ વર્ગ કાગળ પર ગરીબ બની પોતાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનાં અનેક કિસ્સા સામે આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે. જાે કોઈ વાલી આવક છુપાવી પોતાના બાળકને ખોટી રીતે પ્રવેશ અપાવશે તો ફોજદારી ગુનો દાખલ થશે અને આરટીઈ હેઠળ પ્રવેશ રદ કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી બતાવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ ર્સ્વનિભર શાળાઓની ૨૫ ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. જે માટે ૪ એપ્રિલથી લઈને ૧૭ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. માહિતી મુજબ, શહેરમાં ૧૪ હજાર કરતા વધુ બેઠકો પર  વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. શહેરની ૧૪૧૭૭ જેટલી બેઠકો પર આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. ૬ લાખ સુધીની મર્યાદા હોવાથી આવકનો દાખલો અને ઈન્કમટેક્સ રિટર્નના પુરાવા હોવા પણ જરૂરી છે. ૧૩ પ્રકારના અગ્રતાક્રમ પ્રમાણે વાલીઓએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

આવક ઓછી બતાવી પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના વાલીઓ ચેતજાે

કાયદા મુજબ, જાે આવક ૬ લાખથી વધુ હશે અને ઓછી બતાવી ખોટો આવકનો દાખલો અપલોડ કરી પોતાના બાળકને પ્રવેશ અપાવ્યો હશે તો ઇ્ઈ હેઠળ તેમના બાળકનો પ્રવેશ રદ કરવામાં આવશે. તેમજ ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરી અન્ય વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખવા બદલ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. અવારનવાર સ્પષ્ટતા કરવા છતાં વાલીઓ ઇન્કમટેક્સ રિટર્નના આધારો છુપાવતા હોય છે. જાે કોઈ વાલી ખોટી વિગત ભરશે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ એક વખત શાળા પસંદ કર્યા બાદ અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution