આગામી ત્રણ જૂનના રોજ જિલ્લા અરસપરસ બદલી કેમ્પ યોજાશે
02, જુન 2023 297   |  

ગાંધીનગર, ઘણા લાંબા સમયથી શિક્ષકો તેઓની બદલીની માંગણીને લઇને પરેશાન હતા. આ મામલે મહત્વનો ર્નિણય લેવાયો છે. હાલ જિલ્લા ફેર અરસપરસ બદલી ઈચ્છતા શિક્ષકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી ત્રણ જૂનના રોજ જિલ્લા અરસપરસ બદલી કેમ્પ યોજવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતના શિક્ષકો કોઈ પણ જિલ્લામાં અરસપરસ બદલી કેમ્પમાં બદલીની મંજૂરી મેળવનાર શિક્ષકોને છ જૂનના રોજ ઓર્ડર આપી દેવામાં આવશે. જે અરસપરસ બદલી ઈચ્છતા શિક્ષકોની અરજી નામંજૂર કરવામાં આવી હશે તેઓને કારણ પણ આપવામાં આવશે. ગાંધીનગરમાં જિલ્લા અરસપરસ શિક્ષક બદલી કેમ્પ યોજાશે. સામાન્ય રીતે પ્રતિ વર્ષે ૩૧ માર્ચ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરવામાં આવતી હતી. જાેકે આ વખતે વિલંબ થયો છે. ૩૦,૦૦૦ કરતાં વધારે ઓનલાઇન બદલીની પ્રક્રિયા પુરી કરી ચુકેલા શિક્ષકોની બદલી થશે. નવા નિયમો સાથેનો ઠરાવ બહાર પડશે. વેકેશન ખુલતા પહેલા બદલી કેમ્પ યોજાશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સતત પ્રયત્ન તથા આઠ જેટલી શિક્ષણ વિભાગ અને મંત્રીઓ સાથે થયેલ બેઠકો પછી નવા નિયમો સાથે ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે તે સરકાર દ્રારા બહાર પાડવામા આવશે. આ નવા ઠરાવમાં જિલ્લા ફેર બદલી, લુકા બદલી, આંતરીક બદલી તથા અરસપરસ બદલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution