ઉત્સવપ્રિય નગરી વડોદરામાં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પ્રકાશનું પર્વ દિવાળીમાં શહેરની સરકારી ઉપરાંત મોટાભાગની ઈમારતો આકર્ષક રોશનીથી ઝળહળી ઊઠી છે. ત્યારે આજે દિવાળી પર્વે નગરજનોએ એકબીજાને શુભેચ્છા આપવાની સાથે રાત્રિના સમયે આતશબાજી કરીને આકર્ષક રંગબેરંગી આકાશી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી અને પ્રકાશના પર્વે વડોદરાનું આકાશ આકર્ષક આતશબાજીથી ઝળહળી ઊઠયું હતુંુ.