ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિતોના અનુસૂચિત જાતિના દરજ્જા અંગે Supreme Court of India એ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટ મુજબ, જો કોઈ વ્યક્તિ હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો તેને SC તરીકે માન્યતા મળતી નથી.
આ નિર્ણય મુજબ આવા લોકો SC/ST અત્યાચાર નિવારણ કાયદાનો લાભ પણ મેળવી શકતા નથી. આ મુદ્દે દેશમાં ફરીથી ચર્ચા શરૂ થઈ છે કે શું ધર્મ પરિવર્તન બાદ પણ સામાજિક ભેદભાવ યથાવત રહે છે કે નહીં.