ખેડૂત બંધુ સમાજ દ્વારા સારસા હાઇસ્કૂલને સેનિટાઇઝર ટનલ મશીનનું દાન
05, જુલાઈ 2020 693   |  

આણંદ, તા.૪  

સારસા કેળવણી મંડળ સંચાલિત એમ.વી.એસ. હાઇસ્કૂલ સારસામાં કોવિડ-૧૯ની મહામારી સામે રક્ષણ મેળવવા માટે સારસા ગામના ખેડૂત બંધુ સમાજ તરફથી સેનિટાઇઝર ટનલ મશીનનું દાન આપવામાં આવેલ છે. આ પ્રસંગે ઉપપ્રમુખ હર્ષદભાઈ ચતુભાઈ પટેલ, કાંતિભાઈ, કિરીટભાઈ, ઘનશ્યામભાઈ, સંજયભાઈ હાજર રહ્યાં હતાં. સારસા કેળવણી મંડળના શશીકાંતભાઈ પટેલ, મંત્રી રÂશ્મકાંતભાઈ પટેલ, આચાર્ય સંદિપકુમાર પટેલ અને શાળા પરિવાર તરફથી દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution