15, જુન 2025
1683 |
વોશિંગ્ટન: ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈરાન દ્વારા અમેરિકાના સૈન્ય મથકને ટાર્ગેટ બનાવવાની યોજના પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ઉઠ્યા છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, જાે ઈરાને અમેરિકાના મથકો અને સંપત્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો અમારી આખી અમેરિકન સેના એમના પર તૂટી પડશે. ઈઝરાયલ દ્વારા ઈરાન પર એર સ્ટ્રાઈક થયા બાદ ટ્રમ્પ સતત ઈરાનને સમજાવવા અને હથિયારો નાખી દેવા મનાવી રહ્યા છે. ટ્રમ્પે અગાઉ ઈરાનને કહ્યું હતું કે, તમે પરમાણુ ડીલમાં સમાધાન કરી લો, નહીં તો માઠા પરિણામો ભોગવવા પડશે. ત્યારબાદ આજે ફરી ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે.
ટ્રમ્પે પોતાના પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ખામેનેઈના નેતૃત્વ હેઠળના ઈસ્લામિક રિપબ્લિકને સીધો સંદેશ આપ્યો હતો કે, ઈરાન પર થયેલા હુમલામાં અમેરિકાનો કોઈ હસ્તક્ષેપ નથી. જાે તેઓએ અમારા પર કોઈપણ રીતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો, અમારી અમેરિકાની સેના પૂરા બળ સાથે ઈરાન પર હુમલો કરશે. જે અગાઉ ક્યારેય જાેયો નહીં હોય. અમે આ લોહિયાળ યુદ્ધ રોકવા માટે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ડીલ કરાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.ટ્રમ્પે વધુ એક પોસ્ટમાં કહ્યું હતું કે, મેં ઈરાનને પરમાણુ ડીલ કરવા માટે ૬૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.