વોર્ડ-૭માં રજૂઆત કરતાં અટકાવવા ઢોલ વગાડ્યા!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   વડોદરા   |   2079

વડોદરા શહેરના કારેલીબાગ વોર્ડ નં-૭માં આવેલી આનંદનગર સોસાયટીમાં પ્રચાર માટે ગયેલા ભાજપાના ઉમેદવારોને એક સિનિયર સીટીઝન દ્વારા વરસાદી ગટર, રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા હતા. દરમિયાન તેમનો અવાજ સંભળાય નહી તે માટે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ વગાડવાની શરૂઆત કરાવીને લોકોનો અવાજ દબાણવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ સ્થાનિક રહીશોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.

વોર્ડ નં-૭માં ભાજપાના ઉમેદવારો કારલીબાગ આનંદનગરમાં પ્રચાર માટે ગયા હતા. દરમિયાન એક સિનિયર સીટીઝન દ્વારા તેમના વિસ્તારમાં વરસાદી લાઈન અને રોડ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યાં હતા. ત્યારે ફેરણીમાં ઉપસ્થિત કાર્યકરોએ તુરંત ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર કરીને ઢોલ નગારા વગાડવાની શરૂઆત કરાવીને નાગરિકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારની મહિલાએ કહ્યું હતુ કે, અમારી સોસાયટીમાં ૧૦ વર્ષથી ભાજપા આવે છે. અને હાથ જાેડ છે. રોડ, ડ્રેનેજની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગત પૂરમાં અમને ભારે નુકસાન થયું કોઈ જાેવા માટે આવ્યા ન હતા. અને આજે જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે ઢોલ વગાડીને ્વાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતુ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution