લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026 |
1881
મોટેરા જનપથ ત્રણ રસ્તા પાસે એક ગમખ્વાર હીટ એન્ડ રન અકસ્માત સર્જાયો છે. એક અજાણી કારે પાછળથી ટુ-વ્હીલર પર સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા, જેમાં ગંભીર ઈજાઓને કારણે પતિનું અવસાન થયું છે અને પત્ની ઘાયલ થયા છે. ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. દાણીલીમડામાં રહેતા અને એએમટીએસમાં સ્ટોર કીપરથી નિવૃત્ત થયેલ સુરેશભાઈ રાણા ગત ૧૭ તારીખે પત્ની શોભાબેન સાથે ટુવ્હિલર લઈને ચાંદખેડા સંબંધીના ત્યાં ગયા હતા. સાંજના સમયે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા, વિસત સર્કલ થી મોટેરા ક્રોસ રોડ જનપથ ત્રમ રસ્તા પાસેથી પસાર થતા હતા તે સમયે ઓવરસ્પીડમાં આવેલી એક કારે ટુવ્હિલરને પાછળથી ટક્કર મારી હતી.જેના કારણે સુરેશભાઈ તથા તેમની પત્ની શોભનાબહેન રોડ પર પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને બન્નેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યારે કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બે દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.