સાબર ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી ૩ ઓક્ટોબરના રોજ યોજાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2024  |   4257

ઈડર, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબરડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી ૩ ઓક્ટોમ્બર ચૂંટણી યોજાશે એટલે સાત મહિના બાદ સાબરડેરીને નવા ચેરમેન અને વાઈસ ચેરમેન મળશે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી ૧૦ માર્ચે યોજાઈ હતી ત્યારબાદ પરિણામ જાહેર થયું હતું નિયામક મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકસભાની ચૂંટણી જાહેર થઈ હતી જેને લઈને ૧૫ જુન સુધી ચૂંટણી યોજાઈ ન હતી ત્યારે સાત મહિના બાદ નામદાર હાઈકોર્ટે જજમેન્ટ આપી સાબરડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવા જણાવ્યું હતુ જેને લઈને તંત્ર દ્વારા ચુંટણીની તારીખની જાહેરાત કરી છે અને આ જાહેરનામા બાદ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ત્યારે નવા ચેરમેન અને વાઈસ ચેરમેન પદે કોની નિમણુક કરવામાં આવે છે તે હવે આવનારો સમય જ બતાવશે. આ અંગે સાબરડેરીના એમ.ડી સુભાષ પટેલે જણાવ્યું હતું કે સાબરડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી ૩ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ યોજાશે સાબરડેરીના સભાખંડમાં અધ્યાશી અધિકારી તરીકે હિંમતનગરના પ્રાંત અધિકારી હશે તો સમય ૧૧ કલાકથી ૧૨.૨૦ કલાક સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાશે જેમાં ૧૧ થી ૧૧.૧૫ કલાકે દરમિયાન ઉમેદવારી પત્રો સ્વીકારવા,૧૧.૧૫ થી ૧૧.૩૦ કલાક ઉમેદવારી પત્રોની ચકાસણી,૧૧.૩૦ થી ૧૧.૪૫ ઉમેદવારી પત્રો પાછા ખેચવાનો સમય,૧૨.૦૦ કલાકે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવી અને ૧૨.૦૦ થી ૧૨.૨૦ કલાક દરમિયાન જરૂર જણાયે મતદાન અને ૧૨.૨૦ કલાકે મતગણતરી અને પરિણામની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રક્રિયાનો સમય રહેશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution