ઉતસવપ્રિય નગરી વડોદરામાં ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ શહેરના પતંગ બજારોમાં પતંગ-દોરી, ચશ્મા, ટોપી, પીપોળા સહિતીની ખરીદી માટે ભારે ભીડ ઉમટી હતી. કોરોનાના પ્રતિબંધો વચ્ચે શહેરીજનો ઉત્તરાયણ પર્વને ધામધૂમથી મનાવવા માટે સજ્જ થઈ ગયા છે.