યુરોપ ભારતમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરશે : નરેન્દ્ર મોદી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026  |   2772

નોર્વેએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત કર્યા છે. આ નોર્વેનું સૌથી મોટું સન્માન માનવામાં આવે છે.આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલું ૩૨મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ પહેલા ગઈકાલે સ્વીડને પણ તેમને પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા.

આ પહેલા પીએમ મોદીએ નોર્વેની રાજધાની ઓસ્લોમાં નોર્વેના પીએમ યોનાસ સ્ટોરે સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસો. દેશો વચ્ચે ઐતિહાસિક વેપાર અને આર્થિક ભાગીદારી કરાર લાગુ થયો હતો.પીએમના મતે, આ કરાર ભારત અને નોર્વે વચ્ચે સહિયારા વિકાસ અને સમૃદ્ધિનો મજબૂત આધાર બનશે. આ કરાર હેઠળ ૧૫ વર્ષમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણ અને ૧૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution