વધુ પડતાં ટામેટાં ખાવાથી થઇ શકે છે નુકસાન,આ બિમારીઓને નોતરે છે
27, જાન્યુઆરી 2021 693   |  

લોકસત્તા ડેસ્ક

ટામેટાં સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એમાં કોઈ બેમત નથી. લાલા ટામેટાંમાં એન્ટીઓક્સીડેન્ટ, લાઈકોપિન, પોટેશિયમ, કોપર અને ફાયબર સારી માત્રામાં હોય છે. એક સ્ટડી મુજબ ટામેટાં ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે ગમે ત્યારે ગમે એટલા ટામેટાં ખાઈ શકો છો. કેટલાક લોકો ટામેટાં હેલ્થ માટે સારાં હોવાને કારણે વધુ ફાયદા મેળવવા વધુ પ્રમાણમાં ખાતાં હોય છે. પણ તેનાથી ફાયદા નહીં નુકસાન થાય છે. જેથી આજે અમે તમને વધુ પ્રમાણમાં ટામેટાં ખાવાના નુકસાન વિશે જણાવીશું. 

કિડની સ્ટોન 

રોજ વધુ પ્રમાણમાં ટામેટા ખાવાથી કિડનીમાં સ્ટોન એટલે કે પથરીની સમસ્યા થઈ શકે છે. હકીકતમાં ટામેટાંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને ઓક્સલેટ હોય છે. જેથી વધુ પ્રમાણમાં ટામેટાં ખાવાથી તેની પણ માત્રા શરીરમાં વધતી જાય છે અને તેને સરળતાથી મેટાબોલાઈઝ કરી શકાતું નથી અને શરીરમાંથી કાઢી શકાતું પણ નથી, જેના કારણે તે શરીરમાં જમા થવા લાગે છે અને કિડની સ્ટોનમાં રૂપાંતરિત થઈ જાય છે. જેથી રોજ 1 કે 2 ટામેટાંથી વધુ ટામેટાં ન ખાવા જોઈએ. 

ડાયેરિયા 

ટામેટાં સ્વાસ્થ્ય માટે સારાં પણ છે. પરંતુ અમુક લોકો વધુ પ્રમાણમાં ટામેટાં ખાવા લાગે છે જેના કારણે સમસ્યા થાય છે. ટામેટાંમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોય છે. જ્યારે તે શરીરમાં પ્રવેશે છે તો તેના કારણે ડાયેરિયાની તકલીફ પણ થઈ શકે છે. 

લાઈકોપેનોડર્મિયા 

સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચવા માટે સીમિત માત્રામાં જ ટામેટાંનું સેવન કરવું જોઈએ. 

લાઈકોપેનોડર્મિયા એક એવી સમસ્યા છે જે બ્લડમાં લાઈકોપિનની માત્રા વધવાને કારણે થાય છે. આના કારણે સ્કિનનો રંગ બદલાય છે. લાઈકોપિન આમ તો શરીર માટે સારું છે પરંતુ જો તેની માત્રા વધી જાય તો તે નુકસાન કરી શકે છે અને લાઈકોપેનોડર્મિયાની પરેશાની થઈ શકે છે.

સાંધાઓમાં દર્દ 

દરરોજ વધુ પ્રમાણમાં ટામેટા થાવાથી નુકસાન થઈ શકે છે. ટામેટાંનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી સાંધાઓમાં સોજો અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. આમાં સોલેનિન નામનું ક્ષાર હોય છે. આ સંયોજન ટિશ્યૂમાં કેલ્શિયમ ઉત્પન્ન કરે છે, જેનાથી સાંધાનો દુખાવો થાય છે અને સોજો આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution