અમદાવાદ-

કોરોનાકાળમાં સૌથી વધારે સેવા સામાજિક સંસ્થાઓ અને યુથ ઘ્વારા કરવામાં આવી રહી છે. જે પણ જરૂરિયાતમંદ લોકો છે તમને અલગ અલગ વસ્તુઓ પહોંચાડવા માટે અત્યારે યુથ પણ આગળ આવ્યું છે એક ટિમ બનાવીને કોરોનામાં લોકોને મદદ કરી રહયા છે આવી જ એક ટિમ છે માધેસ પરીખની અને જેનું નામ આપ્યું છે અમદાવાદ કોવિડ સપોર્ટ અને એલેકજાર કેમ્પઇન તરીકે પણ ઓળખ આપી છે માધેશ અને તેના સાથેના  50 સભ્યોની ની ટિમ કોરોનામાં અત્યારે અલગ અલગ વિસ્તારમા મેડિકલ કીટ અને ઓક્સિજન સાથે સાથે 2 સમય ટિફિન પણ સોલા અને અસારવા સિવિલમાં મોકલાવે છે.


માધેશ પરીખ એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં સૌથી વધુ અસર નાનાં એરિયા મા થઈ રહી છે અને આ કોરોના ની બીજી લહેરમાં સૌથી વધુ ઓક્સિજન ની જરૂર ઉભી થઇ છે ત્યારે અમે ઓક્સિજન બેન્ક શરૂ કરી છે જેના માટે અમે  105 કેટલા સિલિન્ડર રાખ્યા છે અને તેના માટે એક નંબર રાખ્યો છે જે લોકોને પણ ઓક્સિજન ની જરૂર હોય તે લોકોને પહોંચાડવામાં આવે છે તો સાથે સાથે અમે મેડિકલ કીટ તૈયાર કરી છે આ કિટમા અમે મલ્ટીવિટામિનની ટેબ્લેટ , વિટામીન સી ની ટેબ્લેટ, નાશનું મશીન, ટેમરેચર માપવા માટે થર્મોમીટર  આપવામાં આવે છે  અમે એક મહિનાથી આ મુહિમ ચલાવી રહયા છીએ  અને આ મેડિકલ કીટ અલગ અલગ વિસ્તારોમાં  વહેંચાવમાં આવી રહી છે આ મેડિકલ કીટ મા જે પણ મેડિસિન છે એ કોરોના પહેલા અને કોરોના થાય બાદ પણ કામ માં આવે છે જે લોકોને ઇમ્યુનિટી ઓછી છે એ લોકોને રોગ પ્રતિકારક શક્તિ આપે છે આ મેડિકલ કીટ કાઠવાડા મકાઈ મિલ, એરપોર્ટ રોડ ,એરપોર્ટના છાપરા , સરદાર નગર, વટવા જેવા સલ્મ વિસ્તારોમા આપવામાં આવી છે.


વધુમાં તેમને જણાવ્યું હતું કે કોરોનામાં સારવાર માટે કેટલાક દર્દીઓ અમદાવાદ બહાર થી પણ આવ્યા છે. તેઓ આખો દિવસ બહાર બેસી રહે છે તેમને ખાવા પીવાની વ્યવસ્થા નથી તેવી સૌથી મોટી હોસ્પિટલ અસારવા હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં અમે 2 ટાઈમ 200 જેટલા ટીફીન મોકલી આપીએ છીએ અમે લોકોએ જ્યારે પણ આ સેવા માટે વિચાર્યું ત્યારે અમે કાઈ વસ્તુ ક્યાં મળશે અને ક્યાં સેની જરૂર છે એ તાપસ કર્યું હતું અમે સોસીયલ મીડિયાનો સહારો લીધો પરંતુ અમને ઘણા લોકો સોસીયલ મીડિયાએ પર મળ્યા નહિ એટલે અમે એક વોટ્સઅપ નમ્બર શરૂ કર્યો જેમાં જે પણ કોઈને જેની જરૂર હોય તે માટે મેસેજ કરે છે તો તે મોકલી આપવા આવે છે અને તેવાં લોકો પણ છે જે મદદ કરે છે અમારા અઅઅ ગ્રુપમાં દારોજના 5 હજાર જેટલા લોકો ગ્રુપમાં સર્ચ કરે છે અલગ અલગ મદદ માટે જે લોકોને કોરોના થયો છે અને સજા થાય છે તેમને પ્લાઝા ડોનેટ કરવા હોય કે કોઈને જરૂર હોય તેવા લોકો પણ ઘણા આવતા હોય છે.


હવે ધીરે ધીરે અમદાવાદમાં કોરોના કેસ ઓછા થઈ રહયા છે અને ગામડામાં કેસ વધી રહયા છે ત્યારે હવે માધેશ અને તેની ટિમ ગામડામાં પોતાનું સેવા કાર્ય આગળ વધારવા જઇ રહયા છે કારણકે અત્યારે સૌથી વધુ જરૂર ગામડામાં છે.  આ સેવાનું કામ અનેક લોકોના ડોનેશન અને ફન્ડ થી થઈ રહ્યું છે જે લોકો દાન આપે છે ફંડ આપે છે તેમાં થી મેડિસિન અને જરૂરી વસ્તુઓ ખરીદવામાં આવે છે અને બહાર વહેંચવામાં આવે છે .કોરોના કાળમાં આવી રીતે જો યુથ પોતાની જવાબદારી સમજશે તો ચોક્કસથી કોરોના નાબૂદ થઇ શકશે સમાજમાં એક ઉત્તમ ઉદારણ આ યુથ પૂરું પાડી રહ્યું છે.


Story By: પલકબા મકવાણા