અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઊલટફેરના થવાના એંધાણ!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026  |   2772


અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને ૩૩%થી ૩૬%ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે.

 સર્વે મુજબ, ૧૦માંથી ૭ અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે અને દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના ર્નિણયોને માત્ર ૩૦% લોકોએ જ સમર્થન આપ્યું છે, જે માર્ચમાં ૩૮% હતું. જીવનનિર્વાહના ખર્ચ મુદ્દે ૭૬% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર ૨૩% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે. ટ્રમ્પની કડક ડિપોર્ટેશન પોલિસી હવે તેમની જ પાર્ટી માટે જાેખમી સાબિત થઈ શકે છે. ૫૨% અમેરિકનોએ જણાવ્યું કે, તેઓ એવા ઉમેદવારને મત નહીં આપે જે ટ્રમ્પની ડિપોર્ટેશન નીતિનું સમર્થન કરતા હોય. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ મતદારોમાં આ વિરોધ વધુ જાેવા મળ્યો છે. મિનેપોલિસમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મૃત્યુ બાદ વહીવટીતંત્રે અટકાયતની પ્રક્રિયા ધીમી કરી છે.વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution