ચીન-

ચીનના શાંક્સી પ્રાંતમાં ભયંકર પૂર આવ્યું છે, જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ ગુમ છે. સરકારી મીડિયા અહેવાલો અનુસાર, શાંક્સી દેશના સૌથી મોટા કોલસા ઉત્પાદન ક્ષેત્રોમાંનું એક છે. સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે પૂરને કારણે લગભગ 17.5 લાખ લોકો પ્રભાવિત થયા છે અને 19,500 મકાનો ધરાશાયી થયા છે. જેના કારણે 120,000 લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે.

રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે શાંક્સીનો કયો વિસ્તાર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. પ્રાંત રાજધાની બેઇજિંગની પશ્ચિમમાં સ્થિત છે અને આશરે 156,000 કિમીને આવરે છે. રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં એવું જાણવા મળ્યું છે કે પૂરને કારણે ઓછામાં ઓછું $ 770 મિલિયનનું નુકસાન થયું. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે કટોકટીની સ્થિતિ હવે શાંત થઈ ગઈ છે. જેનાથી એવું લાગે છે કે પરિસ્થિતિ સ્થિર છે. નાની અને મધ્યમ કદની નદીઓનું પાણીનું સ્તર ચેતવણી ચિહ્નથી નીચે આવી ગયું છે.

પૂરના કારણે પાકનો મોટો ભાગ નાશ પામ્યો 

આ વર્ષે પૂરને કારણે ચીનને ઘણું નુકસાન થયું છે. ભારે વરસાદ અને પૂરને કારણે અહીં જુદા જુદા ભાગોમાં ભારે તબાહી સર્જાઈ છે. જુલાઈમાં, હેનાન પ્રાંતમાં પૂરમાં 300 થી વધુ લોકોના મોત થયા હતા. જેના કારણે શિયાળામાં વીજ પુરવઠોનો ખતરો વધી ગયો છે. અંદાજિત 190,000 હેક્ટર પાક પણ નાશ પામ્યો હતો, સ્થાનિક કોમ્યુનિસ્ટ પાર્ટી અખબાર શાંક્સી ઇવનિંગ ન્યૂઝે એએફપી ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું. શાંક્સી જમીનથી બંધ પ્રાંત છે અને હવામાન ઘણીવાર શુષ્ક હોય છે. પરંતુ આ વખતે છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે.

60 કોલસાની ખાણોમાં કામ બંધ

પ્રાંતીય સરકારે કહ્યું કે કોલસાની ખાણોને પૂર નિવારણનાં પગલાં લેવા અને "ગંભીર ભયની સ્થિતિમાં તાત્કાલિક સક્રિય કરવા" માટે કટોકટીની યોજનાઓ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક સરકારના એક નિવેદન અનુસાર, પ્રાંતમાં ઓછામાં ઓછી 60 કોલસાની ખાણોએ પૂરને કારણે કામ કરવાનું બંધ કરી દીધું છે. તે પણ એવા સમયે જ્યારે દેશ વીજળીની કટોકટીનો સામનો કરી રહ્યો છે. બેઇજિંગે તાજેતરમાં ઉત્પાદન વધારવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કોલસાની ખાણોને કોઈ છૂટ આપવાની જાહેરાત કરતા કહ્યું કે તે વીજળીના ભાવમાં વધારો કરશે. રેકોર્ડ કોલસાની કિંમતો, વીજળીના ભાવો પર સરકારી નિયંત્રણો અને વીજ પુરવઠો ઘટાડતા સખત ઉત્સર્જન લક્ષ્યો વચ્ચે ચીન અત્યાર સુધીના સૌથી મોટા વીજ સંકટનો સામનો કરી રહ્યું છે.