ઈરાનમાં સત્તાનો પતન? ટોચના નેતાઓના મોત બાદ હવે શું થશે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026  |   5148

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનમાં સત્તા સંકટ ઊભું થયું છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ બાદ ઈરાનના કેટલાક ટોચના નેતાઓ અને સુરક્ષા અધિકારીઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

આ ઘટનાથી ઈરાનના રાજકીય અને લશ્કરી માળખા પર ગંભીર અસર પડી છે. ખામેનેઈ બાદ નવી નેતાગીરી સામે મોટો પડકાર ઉભો થયો છે. દેશની અંદર અને બહાર બંને તરફથી દબાણ વધતા સ્થિતિ વધુ જટિલ બની રહી છે.

વિશ્વ બજારમાં તેલ સપ્લાય પર પણ તેની અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર વિશ્વની નજર ઈરાનની આગળની રણનીતિ પર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution