સુરત,તા.૩૦ 

સિવિલની કોવિડ-૧૯ હોસ્પિટલ કોરોના શકાસ્પદ દર્દીને બે કલાક બાદ ટ્રોમાં સેન્ટરમાં લાવી મૃત જાહેર કરાતા ફરી વિવાદ સર્જાયો છે. પરિવાર આખી રાત કોવિડ-૧૯ હોસ્પિટલથી ટ્રોમાંના ધક્કા ખાતા રહ્યું હતું. હાલ નવા ડયુટી લિસ્ટ પ્રમાણેના ડોક્ટરને કોવિડ ૧૯માં આવતા શકાસ્પદ દર્દીઓને મૃત જાહેર કરવાની જવાબદારી સોંપાઈ છે.

ટ્રોમાં સેન્ટરમાં રાત્રી મેડિકલ ઓફિસરે ફોન કરી ડાક્ટરને જાણ કર્યા બાદ પણ ડોક્ટર આવ્યા નહિનું કહેવાઈ રહ્યું છે. આખરે મામલો આરએમઓ પાસે પહોંચતા

મૃત જાહેર કરવા આદેશ કર્યો હતો. બાદમાં પરિવાર મૃતદેહને લઈને ૧૦ કલાક અટવાતા સિવિલની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.કમલેશભાઈ કાપડના વેપારી હતા અને બે સંતાનોના પિતા હતાં. સિવિલની અવ્યવસ્થાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.આજે સવારે ૯ઃ૪૦ મિનિટ એ ડેથ સર્ટી મળ્યા બાદ એકતા ટ્રસ્ટને મૃતદેહ સ્મશાન ભૂમિ લઈ જવા માટે જાણ કરાઈ હતી.જ્યાં પણ બે કલાક લાગશે એવો જવાબ મળ્યો હતો.હોસ્પિટલની અવ્યવસ્થાને લઈ મૃતદેહ ૧૦ કલાકથી વધુ અટવાયો હતો.૨ કલાક કોવિડ ૧૯માં ત્યારબાદ ૮ કલાકથી વધુ પોસ્ટ મોર્ટમ રૂમમાં હજી શબ વાહીની ને લઈ પરિવાર અટવાયો છે.