લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
4455
મૂળ ગુજરાતી અને એફબીઆઇ ડાયરેક્ટર કાશ પટેલના બેંક એકાઉન્ટમાં મોટા ગરબડનો સનસનીખેજ ખુલાસો થયો છે. સાથે જ વડોદરાની એચડીએફસી બેંકની વિગતો લીક થયાની આશંકા છે. ઈરાની હેકરે કાશ પટેલના ઈમેલ રેકોર્ડ્સ હેક કરી ગોત્રી બ્રાન્ચમાં એનઆરઇ એકાઉન્ટ ખોલાવવા અંગેની વાતચીત જાહેર કરી દીધી છે. એફબીઆઇના વડાના ગુજરાત કનેક્શન અને બેંકિંગ ડેટાની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ઈરાન સાથે જાેડાયેલા હેકર્સે અમેકિન એજન્સી એફબીઆઇના ડાયરેક્ટર કાશ પટેલના પર્સનલ ઈમેઈલ ઈનબોક્સના ડેટા લીક કર્યા છે. હેકર્સે કાશ પટેલના ઈમેઈલમાંથી તસવીરો અને બીજા દસ્તાવેજાે કાઢીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધા છે. અમેરિકાન ન્યાય વિભાગના એક અધિકારીએ રોયટર્સને આ વાતની પુષ્ટિ કરી હતી. અમેરિકન અધિકારીએ કહ્યું કે, ઈરાન સાથે જાેડાયેલ હેકરે કાશ પટેલના અંગત ઈમેઈલમાંથી તેમની તસવીરો અને બીજી માહિતી લીક કરી છે. ઈરાન સમર્થક એક હેકિંગ ગ્રુપે દાવો કર્યો છે કે, તેણે એફબીઆઇના ડાયરેક્ટર કાશ પટેલનું એકાઉન્ટ હેક કર્યું છે, ઈનબોક્સ સુધી પહોંચી ગયા છે. ગ્રુપે ઓનલાઈન તેમની અનેક તસવીરો પબ્લિશ કરી દીધી છે. તેમનો વર્ક રિઝ્યુમ અને બીજા અંગત દસ્તાવેજ પોસ્ટ કરાયા છે. તેમાંથી કેટલાક રેકોર્ડ દાયકા જૂના છે.