મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ ઊભું થવાનો ભય વધ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, મે 2026  |   4059

મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ ઊભું થવાનો ભય વધ્યો છે. શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટતા અને નબળા ચોમાસાની આગાહીને ધ્યાનમાં રાખીને સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મોટો ર્નિણય લીધો છે. હવે ૧૫ મેથી સમગ્ર મુંબઈમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાં મુકવામાં આવશે.બીએમસી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૧૧ મે સુધી શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં કુલ ૩,૪૦,૩૯૯ મિલિયન લીટર પાણી ઉપલબ્ધ હતું. જ્યારે આ જળાશયોની કુલ ક્ષમતા ૧૪,૪૭,૩૬૩ મિલિયન લીટર છે. હાલમાં માત્ર ૨૩.૫૨ ટકા ઉપયોગલાયક પાણી જ બચ્યું છે. વધતી ગરમી અને પાણીના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને પાણીનો જથ્થો લાંબા સમય સુધી ટકી રહે તે માટે આ ર્નિણય લેવાયો છે.ન પહોંચે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution