20, ઓક્ટોબર 2020
396 |
વાઘોડિયા, વાઘોડિયા જીઆઇડીસી માં આવેલ શ્રી વહાણવટી તાર પ્રોડક્ટ, શેડ નં. ૫૫૧ મા કોઈ કારણસર રાતે ઓચિંતી આગ લાગતા વાઘોડિયા જીઆઇડીસી માં અફરાતફરી મચી હતી. કંપનીમાં ડામર અને એચ. બે. ટોચ પાવડરનું મિશ્રણ કરી મશીન દ્વારા ૨૦ કિલો ના ડબ્બા પેક કરવાનું કામ ચાલતું હતું . આ મટેરિયલ્સ હોટલાઇન તેમજ એસિડની પાઈપ લાઈનના જોઈન્ટ સીલ કરવામા વપરાતુ મટેરીયલ્સ શાલીકોટ પ્રોડક્ટના નામે ઊત્પાદન કરાતુ હતુ. કોઈ કારણસર રાતે અચાનક આગ લાગતા કંપનીમા કામ કરતા બે કામદારો કંપની બહાર દોડી ગયા હતા. મટેરીયલ્સ અને કંપની શેડને નુકશાન પહોંચ્યુ હતું.