લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026 |
2376
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં જાેધપુર પ્રેરણા તીર્થ રોડ પર રત્નાકર-૩ બિલ્ડિંગની બી વિંગમાં આવેલા ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ ફ્લેટમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. તેમજ બનાવની જાણ થતાં ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી. ૬ ગાડીએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.આગ બેડરૂમમાં લાગી હતી અને પ્રસરી હતી જેમાં ૩ રૂમ બળીને ખાક થઈ ગયા હતા. ફ્લેટના રહીશે કહ્યું કે છઝ્ર અને ચાર્જર ચાલું હોવાથી આગ લાગી હતી. ધુમાડાના કારણે ૧૫ લોકોને રેસ્ક્યુ કરાયા હતા.
સેટેલાઈટ વિસ્તારના જાેધપુર પ્રેરણા તીર્થ રોડ પર આવેલી ‘રત્નાકર-૩’ બિલ્ડિંગની બી-વિંગમાં ત્રીજા માળ પર આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. જાેતજાેતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જાેઈને ફ્લેટમાં તેમજ આસપાસ રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે બિલ્ડિંગના રહીશો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ૬ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળીને ચાર ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને સમયસૂચકતા વાપરીને આગને વધુ પ્રસરતી અટકાવી સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.અમદાવાદમાં સતત બીજા દિવસે આગની આ બીજી મોટી ઘટના છે. ગઈકાલે શુક્રવારે (૨૨મી મે) એસ.જી. હાઈવે પર આવેલી સોલિટેર બિલ્ડિંગના બી-વિંગના ત્રીજા માળે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તે ત્રીજા માળથી પ્રસરીને ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. વ્યાપારી હબ ગણાતી આ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાના કારણે અંદર હાજર લોકોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી.