હોર્મુઝમાં ભારતીય જહાજ પર ફાયરિંગ ભારતે ઈરાની રાજદૂતને તલબ કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026  |   3267

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજાે પર શનિવારે બપોરે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ભારતીય ધ્વજ ધરાવતું એક ઓઈલ ટેન્કર પણ સામેલ હતું. અનેક દરિયાઈ અને સુરક્ષા સૂત્રોએ આ માહિતી આપી છે, જેને શિપિંગ મોનિટર ‘ટેન્કર ટ્રેકર્સ’ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, ભારતીય જહાજ અંદાજે ૨૦ લાખ બેરલ ઈરાકી ઓઈલ લઈને જઈ રહ્યું હતું. બ્રિટનના દરિયાઈ દેખરેખ કેન્દ્ર ‘મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટર’ અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની બે ગનબોટ્સ ટેન્કરોની નજીક આવી હતી અને કોઈપણ ચેતવણી આપ્યા વિના સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા બાદ બંને જહાજાે સ્ટ્રેટ પાર કર્યા વિના જ પરત ફરી ગયા હતા. જાેકે, જહાજ અને તેના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના વિદેશ મંત્રાલયે શનિવારે ભારતમાં ઈરાનના રાજદૂતને તેડું મોકલ્યું હતું અને આ ઘટના અંગે સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની જાહેરાત કરી હતી. ઈરાનનો આરોપ હતો કે અમેરિકા સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેના કારણે તેણે ૨૪ કલાકની અંદર જ આ માર્ગ બંધ કરવાનો ર્નિણય લીધો હતો. ઓમાન પાસે હોર્મુઝ સ્ટ્રેટની નજીક એક ભારતીય ઓઈલ ટેન્કર પર ઈરાની નૌસેના દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી છે. ‘જગ અર્ણવ’ નામનું આ જહાજ અંદાજે ૨૦ લાખ બેરલ ઈરાકી ઓઈલ લઈને જઈ રહ્યું હતું. આ મામલામાં બે ભારતીય જહાજાે ‘જગ અર્ણવ’ અને ‘સન્માર હેરાલ્ડ’ સામેલ હતા. શરૂઆતી અહેવાલો મુજબ, ‘જગ અર્ણવ’ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું જહાજ સુરક્ષિત રહ્યું હતું. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બે ભારતીય જહાજાેને હોર્મુઝ સ્ટ્રેટથી પરત ફરવું પડ્યું હતું. તે દરમિયાન જ આ ઘટના બની હતી.

USની નાકાબંધી, ૨૩ જહાજાે પાછા મોકલ્યા

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડએ જણાવ્યું છે કે તે ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારો પર પોતાનું દરિયાઈ બ્લોકેડ લાગુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૩ જહાજાેને પાછા મોકલી દેવામાં આવ્યા છે, જેમણે અમેરિકી નિર્દેશોનું પાલન કર્યું હતું. આ બ્લોકેડને કડક રીતે લાગુ કરવા માટે અમેરિકી યુદ્ધ જહાજ ેંજીજી ઝ્રટ્ઠહહ્વીિટ્ઠિ અરબ સાગરમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. બીજી તરફ, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડએ આ પગલાને સીઝફાયર કરારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ક્રૂડ ઑઈલને લઈને ફરીથી ટેન્શન વધ્યું

હોર્મુઝની ખાડીથી વિશ્વનો ૨૦ ટકા તેલ પુરવઠો પસાર થાય છે. જાે ૨૨ એપ્રિલ સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ડીલ નહીં થાય, તો ૨૨ એપ્રિલ બાદ યુદ્ધવિરામ ખતમ થતાની સાથે જ તેલના ભાવમાં ફરીથી વધારો થઈ શકે છે.

વૈશ્વિક ઑઇલ પુરવઠા પર અસર

ઈરાને અહીં સૈન્ય નિયંત્રણ વધારતા હવે અહીંથી પસાર થતાં વેપારી જહાજાે અને ઓઇલ ટેન્કરો પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની બાજ નજર રહેશે. જાે તણાવ વધશે તો ઓઇલની કિંમતોમાં વૈશ્વિક સ્તરે ઉછાળો જાેવા મળી શકે છે.

ટ્રમ્પના ૭ દાવા અને તમામ જુઠ્ઠા... : ઈરાને કહ્યું- હોર્મુઝમાં તો અમારો જ કાયદો ચાલશે

૧. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે વાતચીત સારી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ કોઈ સમજૂતી થઈ શકે છે.

૨. ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને આપી દેશે અને બંને દેશો સાથે મળીને તેને બહાર કાઢશે.

૩. ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં.

૪. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી છે અથવા ટૂંક સમયમાં ખુલી જશે, જેથી જહાજાેની અવરજવર ફરીથી સામાન્ય થઈ જશે.

૫. આ સમજૂતી અંતર્ગત કોઈ પણ પ્રકારના પૈસા આપવામાં આવશે નહીં.

૬. ઈરાને દરિયામાં બિછાવેલી માઈન્સ હટાવી દીધી છે અથવા હટાવી રહ્યું છે.

૭. પરિસ્થિતિ હવે શાંત થઈ રહી છે અને અમેરિકાની સ્થિતિ ઘણી મજબૂત હોવાનું મનાય છે.

ઈરાને ફરી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ

મધ્ય-પૂર્વના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી છે. ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, આ જળમાર્ગ પર હવે ફરીથી જૂની સ્થિતિ મુજબ ‘કડક સૈન્ય નિયંત્રણ’ લાગુ કરી દેવામાં આવ્યું છે. ઈરાને આ માટે અમેરિકાના ઉલ્લંઘનોને જવાબદાર ઠેરવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution