રાજકોટમાં સગીરા પર ગેંગરેપના કેસમાં બે સગીર સહિત પાંચ આરોપી ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026  |   1980

રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સ્વીફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ ૬ વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે પણ આરોપીએ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઈ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution