સુરત,

જરૂરિયાત શોધની જનની છે એ કહેવત સુરતના એક કાપડ ઉત્પાદક અને વેપારીએ સાચી સાબિત કરી છે. દેશ અને દુનિયા કોરોના સામે લોકડાઉનની લડત લડી રહ્યો હતો ત્યારે સુરતના એક કપડાં ઉત્પાદકે એન્ટી વાઈરલ ઇન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવ્યું છે. આ કાપડના શર્ટ કે સાડી-કુર્તા પહેરવાથી વાઈરલ ઇન્ફેકશન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જાખમ મહદઅંશે ઘટાડી શકાય છે.

સુરતનો સાડી અને કાપડ ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે તેની સાથે સાથે સતત કંઈક નવું અલગ અને સમય કરતાં આગળનું વિચારનારા સુરતના કાપડ ઉધોગે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે. સુરતના સચિન ખાતે ગોકુલમ ફેશનના નામે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુભાષ ધવન અને તેના પુત્ર હર્ષ ધવને સાથે મળીને એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઈરલ કાપડ તૈયાર કર્યું છે અને તેને માટે જરૂરી તમામ પરીક્ષણો અને માન્યતા પણ મેળવી લીધી છે. ખાસ કરીને કોરોના સમયે લોકોમાં ખૂબ ભય હતો તેવા સમયે સુભાષ ધવને આ કાપડ તૈયાર કરી અનેક લોકોને રાહત આપી છે.