વડોદરા, તા.૩

બીજા તબક્કાની ચુટણીનું મતદાન હોવાથી ૪૮ કલાક પહેલા જ પ્રચાર પ્રસાર બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ રાજકીય પક્ષો દ્વારા ગ્રુપ મીટિંગો અને બેઠકો કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચુટણી માટે શહેરમાં કોઇ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે સીઆઇએસએફનું શહેર અતિસંવેદનસીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.

અગામી તા. ૦૫ના રોજ વિધાનસભાની બીજા તબક્કાની ચુટણીનુ મતદાન થવાનુ છે. ત્યારે ૪૮ કલાક પહેલા એટલે ગતરોજ સાજથી જ ચુટણી પડઘમ શંંાત થઇ ગયા છે જાે કે ગત રોજ ચુટણીના પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ હોવાથી દરેક રાજકીય પક્ષો દ્વારા શહેર જીલ્લામાં ઠેર ઠેર રેલીઓ કાઢીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા આ રેલીમાં કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે શહેર જીલ્લામાં પોલીસ દ્વારો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લાખનીય છે કે આજથીતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ બંદોબસ્તમાં જાેડાશે ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. તેમના દ્વારા તો શહેર જીલ્લામાં અતિસંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ પણ હાથ ઘરવામાં આવ્યુ હતુ.