લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026 |
4554
બર્ફીલા વિસ્તારમાં રહેતા પેંગ્વિનને હંમેશા કાળા અને સફેદ રંગમાં જ જાેયા હશે. પણ હવે એક એવું પેંગ્વિન સામે આવ્યું છે, જેને જાેઈ વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. આ પેંગ્વિન સોનેરી પીળું છે. જે દેખાવે એકદમ સુંદર અને અનોખું લાગી રહ્યું છે. બેલ્ઝિયન વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર યેવ્સ એડમ્સ દક્ષિણ જાેર્જિયા દ્વીપ પર એક સામાન્ય પેંગ્વિન કોલોનીની તસવીર લેવા ગયા હતા. ત્યારે તેમની નજર એક એવા પેંગ્વિન પર પડી, જેનું આખું શરીર ચમકદાર સોનેરી પીળા રંગનું હતું. આ દ્રશ્ય જાેઈ ન ફક્ત ફોટોગ્રાફર પણ આખી ટીમ ચોંકી ગઈ. આ અલ્બિનિઝ્મ નથી, પણ લ્યૂસિઝ્મ છે. નિષ્ણાતો અનુસાર, આ અલ્બિનિઝ્મ (સફેદ હોવાની સ્થિતિ) નથી, પણ આ લ્યૂસિઝ્મ નામનું દુર્લભ જેનેટિક મ્યૂટેશન છે
લ્યૂસિઝ્મમાં પિગમેંટેશન આંશિક રીતે ઓછું થઈ જાય છે, પણ અમુક રંગ જળવાઈ રહે છે. આ જ કારણથી આ કિંગ પેંગ્વિન સોનેરી રંગનું થઈ ગયું છે. સામાન્ય કિંગ પેંગ્વિનનો રંગ કાળો અને સફેદ હોય છે. પણ આ દુર્લભ પેંગ્વિનનો સોનેરી રોટ તેને કોલોનીમાં બિલકુલ અલગ અને આકર્ષક બનાવી રહ્યો છે. ફોટોગ્રાફર યેવ્સ એડમ્સે તેને અનરિયલ ગણાવ્યું છે. દક્ષિણ જાેર્જિયા દ્વીપ અંટાર્કટિકાની પાસે આવેલું છે. અહીં હજારોની સંખ્યામાં કિંગ પેંગ્વિન રહે છે. આ દ્વીપ પર વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી માટે દુનિયાભરમાંથી ફોટોગ્રાફર આવતા રહે છે. આ સોનેરી પેંગ્વિનની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અને લોકો તેને ગોલ્ડન પેંગ્વિન કહીને શેર કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો હવે આ પેંગ્વિન પર ઊંડાણથી અધ્યયન કરી રહ્યા છે. એ જાણવા માગે છે કે આ મ્યૂટેશન ભવિષ્યમાં તેના સર્વાઈવલ પર શું અસર પાડશે? કેમ કે તેનો રંગ સામાન્ય પેંગ્વિનથી અલગ છે. એટલા માટે શિકારીઓ માટે આ આસાન ટાર્ગેટ બની શકે છે. જાે કે હાલમાં આ પેંગ્વિન એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યું છે અને કોલોની સાથે સામાન્ય રીતેપેંગ્વિનમાં આવા રંગનો બદલાવ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં બહુ ઓછા એવા રિપોર્ટ છે. આ જ કારણથી આ શોધ વૈજ્ઞાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ બંને માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સોનેરી પેંગ્વિન પ્રકૃતિની અનોખી કૃતિનું પ્રમાણ છે. જ્યાં સામાન્ય પેંગ્વિન દેખાવે ખૂબ જ પ્રેમાળ હોય છે, ત્યાં ગોલ્ડન વર્ઝન તેને વધારે આકર્ષક બનાવી રહ્યું છે. ફરી રહ્યું છે. લ્યૂસિઝ્મમાં પિગમેંટેશન આંશિક રીતે ઓછું થઈ જાય છે, પણ અમુક રંગ જળવાઈ રહે છે. આ જ કારણથી આ કિંગ પેંગ્વિન સોનેરી રંગનું થઈ ગયું છે. સામાન્ય કિંગ પેંગ્વિનનો રંગ કાળો અને સફેદ હોય છે. પણ આ દુર્લભ પેંગ્વિનનો સોનેરી રોટ તેને કોલોનીમાં બિલકુલ અલગ અને આકર્ષક બનાવી રહ્યો છે.