શિયાળાની મૌસમ જામી છે ત્યારે શિયાળો શરૂ થતાં નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. નળ સરોવર એ પક્ષી અભ્યારણ્ય છે જેમાં દેશ વિદેશથી અનેક પક્ષીઓ આવે છે. ખાસ કરીને શિયાળામાં પક્ષીઓના ટોળા અને ટોળા ઉમટી પડે છે. આ સમય પક્ષીઓના વિહાર માટે ઉત્તમ સમય પણ હોય છે તો બહારથી આવતા પક્ષીઓને જાેવા માટે અનેક સહેલાણીઓ પણ ઉમટી પડે છે. વહેલી સવારથી જ પ્રવાસીઓ યાયાવર પક્ષીઓને જાેવા માટે આવે છે.