21, ફેબ્રુઆરી 2024
495 |
નવી દિલ્હી
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂતને ત્રણ વર્ષ માટે ેંછઈ મેન્સ નેશનલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ખેલાડીએ વચગાળાના મુખ્ય કોચ મુદસ્સર નઝરનું સ્થાન લીધું, જેને હવે ભવિષ્યના સ્ટાર્સને તૈયાર કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા બનાવવામાં આવ્યા છે. ્-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. લાલચંદ રાજપૂતના કોચિંગ હેઠળ જ ટીમ ઈન્ડિયાએ ૨૦૦૭ ્૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે સમયે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.રાજપૂતે ૧૯૮૫માં ભારત માટે ૬ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. નિવૃત્તિ પછી તેણે કોચિંગ શરૂ કર્યું અને ભારતના સૌથી સફળ કોચમાંના એક બન્યા. રાજપૂતે આ પહેલા ૨૦૧૬-૧૭માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટેસ્ટ સ્ટેટસ આપવામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનનું કોચિંગ કર્યું હતું. તેણે ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી ઝિમ્બાબ્વે પુરૂષ ક્રિકેટ ટીમ સાથે પણ કામ કર્યું, તેમને ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૨ ્૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી. લાલચંદ રાજપૂતે આ સંદર્ભે અમીરાત ક્રિકેટ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું- આ રોમાંચક ભૂમિકા માટે મને નિયુક્ત કરવા માટે હું અમીરાત ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું. યુએઈ તાજેતરના વર્ષોમાં મજબૂત સહયોગી સભ્યોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. ખેલાડીઓએ ર્ંડ્ઢૈં અને ્૨૦ બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન ટીમમાં શાનદાર ખેલાડીઓ છે. હું તેની સાથે કામ કરવા અને તેની ક્રિકેટ કુશળતાને આગળ વધારવા માટે ઉત્સુક છું.