હાલોલ પાલિકાના માજી પ્રમુખ, ઉ.પ્ર. પાસેથી ₹૩.૬૮ કરોડ વસૂલવા ચીફ ઓફિસરને આદેશ
25, સપ્ટેમ્બર 2024 હાલોલ   |   396   |  


હાલોલ નગર પાલિકા ની ચૂંટણીઓ વચ્ચે માંડ માંડ બે મહિનાનો સમય ગાળો બાકી છે ત્યારે પાલિકાના ભૂત પૂર્વ સાસકો માજી પ્રમુખ સુભાષભાઈ પરમાર તથા ઉપ પ્રમુખ પાસેથી વસુલાત કરવાનો પ્રાદેશિક કમિશનર કોર્ટ વડોદરા દ્વારા હુકમ કરાતા હાલોલ નગરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે હાલોલમાં આશરે છેલ્લા વીસ વર્ષ થી ભાજપનું શાસન છે અને હાલોલ ભાજપના જે તે સમયના નગર પાલિકા ના પ્રમુખ સુભાષભાઈ પરમાર અને શીતલ ભાઈ પટેલ સામે વસુલાત કરવાનો હુકમ થતા હાલોલ ભાજપમાં પણ સન્નાટો વ્યાપી ગયો છે.હાલોલ ભાજપના સુભાષભાઈ પરમારે વિધાનસભાની ચૂંટણી સમયે અલગ તોકો રચી ભાજપમાં રહીને ગોપીપુરાના સરપંચ રામચંદ્રની અપક્ષ ઉમેદવારી ને ખુલ્લેઆમ ટેકો આપી ભાજપના સત્તાવાર ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને પડકાર ફેક્યો હતો પરંતુ તેઓની લોકપ્રિયતા અને મતદારોનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં અતૂટ વિશ્વાસ હોય જયદ્રથસિંહ પરમારનો મોટા મારજીન થી વિજય થયો હતો સુભાષ પરમાર અને તેમના ગ્રુપ દ્વારા ભાજપા વિરૂદ્ધ પ્રવિતીઓ કરવા બદલ તમાંમ ને ભાજપા માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ આશ્રય વચ્ચે વિધાનસભાની ચૂંટણીઓ બાદ આ તમાંમ ને ભાજપ માં પરત લઇ લેવાયા હતા.જેઓ અ સંતોષ ભાજપના વફાદાર કાર્યકરોમાં કચવાટ ની લાગણી સાથે જાેવા મળે છે.ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાદેશિક કમિશનર ની કચેરમાં સરકારી નાણા ના દુર ઉપયોગ અંગે ગાંધીનગર થી હાલોલ નગર પાલિકા માં ઇસાબો નિં ચકાસની કરવામા આવી હતી અને તેનો એહવાલ તૈયાર કરી ને મોકલવામાં આવતા પ્રાદેશિક કમિશનર ની કોર્ટ વડોદરા દ્વારા તમાંમ પાલિકાના તત્કાલીન ૩૬ સભ્યો સામે આ રકમની વસુલાત કેમ ના કરવી તેવી નોટિસો આપીને કેસ ચલાવવામાં આવ્યો હતો જેમાં તમામ સભ્યો એ પોતાના વકીલો મારફતે પોતાના બચાવની રજૂઆતો કરી હતી આ કેસની સુનાવણી પૂરી થતા પ્રાદેશિક કમિશનર ની કચેરી વડોદરા દ્વારા એક હુકમ કરવામા આવ્યો હતો જેમાં જે તે સમયના પાંચ વર્ષના વહીવટ માં પ્રમુખ તરીકે ભાજપના સુભાષભાઈ પરમાર અને ઉપ પ્રમુખ તરીકે ભાજપના શીતલ પટેલ પાસેથી આ રકમની વસુલાત કરવાનો હુકમ નગર પાલિકા ના ચીફ ઓફિસર ને કરવામા આવ્યો છે જેનાથી હાલોલનુ રાજકારણ ગરમાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution