લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
1980
સીબીઆઈ કોર્ટે ૮ મે ૨૦૨૬નાં રોજ તેના ચુકાદા અને આદેશ દ્વારા ચાર આરોપીઓ - જતિન ભાનુભાઈ જાેષી, તત્કાલીન સર્વેયર, વડોદરા અને ત્રણ ખાનગી વ્યક્તિઓ મધુસુદન ડી. ભાવસાર, ઈલા એન. પટેલ અને વિજય અરવિંદભાઈ કાયસ્થને છેતરપિંડીથી ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવાના બે અલગ-અલગ કેસોમાં પ્રત્યેકને ૫૦,૦૦૦ રૂપિયાના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ૧૬.૦૭.૨૦૦૩ના રોજ ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ ફ્રોડના બે કેસ નોંધ્યા હતા. પ્રથમ કેસ, રોનાલ્ડ અમરજીત જેમ્સ, સિનિયર ડિવિઝનલ મેનેજર, ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરત, સ્/જ સોનુ કોમ્યુનિકેશન્સ એન્ડ કલર ઝેરોક્ષ, વડોદરા અને જતિન બી. જાેષી, સર્વેયર, વડોદરા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સે વર્ષ ૨૦૦૨-૨૦૦૩ દરમિયાન ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરતમાં સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરતી વખતે, ખોટા અને બનાવટી દસ્તાવેજાે રજૂ કરીને છેતરપિંડીથી ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવીને છેતરપિંડી કરવાના ઉદ્દેશ્ય સાથે સોનુ કોમ્યુનિકેશન્સ એન્ડ કલર ઝેરોક્ષ, વડોદરા અને જતિન બી. જાેષી, સર્વેયર, વડોદરા સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને તેનાથી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડને ૧૧,૫૨,૨૩૩/- રૂ.નું ગેરકાયદેસર નુકસાન પહોંચાડ્યું હતું. બીજાે કેસ રોનાલ્ડ અમરજીત જેમ્સ, સિનિયર ડિવિઝનલ મેનેજર, ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરત, મનુભાઈ દયાભાઈ પટેલ, આણંદ, નૈનેશ સૂર્યકાંત પટેલ, આણંદ અને જતિન બી. જાેષી, સર્વેયર, વડોદરા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સે વર્ષ ૨૦૦૧-૨૦૦૨ દરમિયાન ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરતમાં સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરતી વખતે, પટેલ એન્ડ કંપની વતી ખોટા અને બનાવટી દસ્તાવેજાે રજૂ કરીને છેતરપિંડીથી ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવાના મામલે ઉપરોક્ત ખાનગી વ્યક્તિઓ સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને તેનાથી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરતને રૂપિયાનું ૨૦,૦૮,૫૯૫નું ગેરકાયદેસર નુકસાન પહોંચાડ્યું હતું.