ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ કોરોના સંક્રમિત, હાસ્પિટલમાં દાખલ કરાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, સપ્ટેમ્બર 2020  |   3366

ઉત્તરપ્રેદશ-

રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સોમવારના રોજ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમને પીઝીઆઈ લખનઉમાં ભરતી કરાવ્યા છે. લખનઉમાં માલ એવન્યૂમાં નિવાસ કરી રહેલા કલ્યાણ સિંહને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેમનો ટેસ્ટ કર્યો હતો. ગત રોજ તેમનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. જે બાદ તેમને લખનઉની પીજેઆઈ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હાલ ડોક્ટર્સની સારવાર હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. જો કે, સારી વાત એ છે કે, તેમને અન્ય કોઈ મુશ્કેલી નથી.

કલ્યાણ સિંહના પૌત્ર અને યુપી સરકારમાં મંત્રી સંદીપ સિંહે જણાવ્યુ હતું કે, પીજીઆઈ લખનઉમાં તેમને ભરતી કરાવ્યા છે. કોરોનાના કોઈ લક્ષણ ન જણાયા છતાં સાવધાનીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution