ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે ૧૯ મિલિયન રૅકોર્ડ હોવાનો દાવો કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026  |   2574


ફ્રાન્સની રાષ્ટ્રીય ઓળખપત્રો, પાસપોર્ટ અને ઇમિગ્રેશન ડ)ક્યુમેન્ટ ઇશ્યૂ કરતી અને એને મેનેજ કરતી સરકારી એજન્સીએ ડેટા બ્રીચની પુષ્ટિ કરી છે. ખુલાસો કર્યો કે ચોરી થયેલા ડેટામાં નાગરિકોના સંપૂર્ણ નામ, જન્મ તારીખ અને સ્થળ, પોસ્ટલ અને ઈમેઇલ સરનામા, તેમજ ફોન નંબર જેવી વ્યક્તિગત માહિતી સામેલ હોઈ શકે છે. ૧૫ એપ્રિલે હુમલો શોધ્યો હતો, પરંતુ કેટલા લોકો અસરગ્રસ્ત થયા તેની માહિતી જાહેર કરી નથી. જાેકે હેકર્સ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની પાસે ૧૯ મિલિયન રૅકોર્ડ છે.એક હેકરે હેકિંગ ફોરમ પર ચોરી કરાયેલ ડેટા પોસ્ટ કર્યો છે અને ૧૯ મિલિયન રૅકોર્ડ ધરાવતો ડેટાબેસ હોવાનો દાવો કર્યો છે, હેકરની પોસ્ટમાં જણાવાયેલી જે પ્રકારની માહિતીનો ઉલ્લેખ હતો એવી જ માહિતીનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ૨૦ એપ્રિલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે એ પહેલાં જ એને પોસ્ટ કરવામાં આવી હતી. આ કારણે ડેટા ચોરી કેટલો થયો છે અને લાખો નાગરિકો પર તેની શું અસર પડી શકે છે એ વિશે ચિંતા વધી છે. પ્લેટફોર્મ પર થયેલા સાયબર હુમલાની પુષ્ટિ ફ્રાન્સના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ ડેટા ચોરી પોર્ટલ પરના પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારના એકાઉન્ટ્સને અસર થઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution