/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સ્થાનિકોનો પાલિકામાં મોરચો ઃ સૂત્રોચ્ચાર કરી મેયર-ચેરમેનને મીઠાઈ-ફૂલો આપ્યાં

વડોદરા, તા.૧

વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત ચીમનલાલ પાર્ક પાસે ૮૦ વર્ષ જૂનું ભાથુજી મહારાજનું મંદિર ગુરુવારે વડોદરા કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતંુ. જેના વિરોધમાં આજે મંદિરના અવશેષ સાથે કોર્પોરેશન ખાતે સ્થાનિક રહીશો મોરચો લઈને આવ્યા હતા. જેમાં સ્થાનિક રહીશોએ રસ્તા પર નડતરરૂપ બિલ્ડરોના દબાણો અને લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડાતા નથી અને મંદિર તોડવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ૮૦ વર્ષ જૂનું ભાથુજી મહારાજના મંદિર પર કોર્પોરેશને તોડી પાડતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. સ્થાનિકો પોતાની સાથે વિરોધ દર્શાવવા મીઠાઈ અને ફૂલો પણ લાવ્યાં હતાં. મીઠાઈ અને ફૂલો મેયર અને ચેરમેનને આપવાની કોશિશ પણ કરી હતી. જાેકે, મેયરે રજૂઆત સાંભળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો.

વડોદરાના વાઘોડિયાના પૂનમ કોમ્પ્લેક્સની સામે ૨૭ મીટરના રોડ પર ઉપર વર્ષો જૂનું ભાથુજી મહારાજની દેરી બનાવવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના દબાણ શાખા ટીમ દ્વારા ગઈકાલે દેરી તોડી પાડવામાં આવ્યા બાદ સ્થાનિક રહીશોએ સ્થળ પર હોબાળો મચાવી મંદિરના કાટમાળ પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જાેકે, આ સ્થળે રહીશો દ્વારા બીજંુ માર્બલનું મંદિર મૂકતા તે પણ પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યંુ હતુ. જેથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની આગેવાનીમાં ભાથીજી મહારાજની દેરી તોડવાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને સાથે વડોદરા કોર્પોરેશન ઉપર આક્ષેપ કરી રામધૂન કરી હતી.

આજે બપોરે સ્થાનિક રહીશો મંદિર તોડવા બદ્દલ અભીનંદનના સૂત્રોચ્ચાર સાથે પાલિકાની કચેરીએ મોરચો લઈને આવ્યા હતા.ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રસ્તાને નડતરરૂપ બિલ્ડરોના દબાણ હોય કે પછી અન્ય લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા નથી. જાેકે દરમિયાન સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરીને સંમતી સાથેજ રોડની બાજુમાં મંદિર બનાવવા તૈયારી દર્શાવી હોવાની વિગતો જાણવા મળી હતી. જાેકે, સ્થાનિક રહીશોએ આવી કોઈ ચર્ચા થઈ નહી હોવાનું કહ્યું હતંુ. સ્થાનિક રહીશો દ્વારા મેયરને ઉગ્ર રજૂઆત બાદ તેમણે કહ્યું હતંુ કે, આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. સ્થાનિકોનો પાલિકામાં મોરચો ઃ સૂત્રોચ્ચાર કરી મેયર-ચેરમેનને મીઠાઈ-ફૂલો આપ્યાં

વડોદરા, તા.૧

વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત ચીમનલાલ પાર્ક પાસે ૮૦ વર્ષ જૂનું ભાથુજી મહારાજનું મંદિર ગુરુવારે વડોદરા કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતંુ. જેના વિરોધમાં આજે મંદિરના અવશેષ સાથે કોર્પોરેશન ખાતે સ્થાનિક રહીશો મોરચો લઈને આવ્યા હતા. જેમાં સ્થાનિક રહીશોએ રસ્તા પર નડતરરૂપ બિલ્ડરોના દબાણો અને લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડાતા નથી અને મંદિર તોડવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ૮૦ વર્ષ જૂનું ભાથુજી મહારાજના મંદિર પર કોર્પોરેશને તોડી પાડતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. સ્થાનિકો પોતાની સાથે વિરોધ દર્શાવવા મીઠાઈ અને ફૂલો પણ લાવ્યાં હતાં. મીઠાઈ અને ફૂલો મેયર અને ચેરમેનને આપવાની કોશિશ પણ કરી હતી. જાેકે, મેયરે રજૂઆત સાંભળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો.

વડોદરાના વાઘોડિયાના પૂનમ કોમ્પ્લેક્સની સામે ૨૭ મીટરના રોડ પર ઉપર વર્ષો જૂનું ભાથુજી મહારાજની દેરી બનાવવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના દબાણ શાખા ટીમ દ્વારા ગઈકાલે દેરી તોડી પાડવામાં આવ્યા બાદ સ્થાનિક રહીશોએ સ્થળ પર હોબાળો મચાવી મંદિરના કાટમાળ પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જાેકે, આ સ્થળે રહીશો દ્વારા બીજંુ માર્બલનું મંદિર મૂકતા તે પણ પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યંુ હતુ. જેથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની આગેવાનીમાં ભાથીજી મહારાજની દેરી તોડવાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને સાથે વડોદરા કોર્પોરેશન ઉપર આક્ષેપ કરી રામધૂન કરી હતી.

આજે બપોરે સ્થાનિક રહીશો મંદિર તોડવા બદ્દલ અભીનંદનના સૂત્રોચ્ચાર સાથે પાલિકાની કચેરીએ મોરચો લઈને આવ્યા હતા.ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રસ્તાને નડતરરૂપ બિલ્ડરોના દબાણ હોય કે પછી અન્ય લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા નથી. જાેકે દરમિયાન સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરીને સંમતી સાથેજ રોડની બાજુમાં મંદિર બનાવવા તૈયારી દર્શાવી હોવાની વિગતો જાણવા મળી હતી. જાેકે, સ્થાનિક રહીશોએ આવી કોઈ ચર્ચા થઈ નહી હોવાનું કહ્યું હતંુ. સ્થાનિક રહીશો દ્વારા મેયરને ઉગ્ર રજૂઆત બાદ તેમણે કહ્યું હતંુ કે, આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution