લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
2277
અમદાવાદ : રાજ્યમાં ગેસની અછત સર્જાય તેવી આશંકા સામે ગેસ સિલિન્ડરના કાળાબજારિયાઓ બેફામ બન્યા હતા. જેની સામે પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં નવા ગેસ સિલિન્ડર કનેક્શન માટે ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. અમદાવાદમાં ગેસ એજન્સીઓની ૧૦૦ જેટલી ઓફિસ છે જ્યાં રોજની ૫થી ૬ નવા કનેક્શન માટે અરજીઓ આવી રહી છે. બીજી તરફ અનરજિસ્ટર્ડ કનેક્શનને રજિસ્ટર્ડ કરાવી લેવા ગેસ એજન્સી સંચાલકોએ અપીલ કરી છે. અમેરિકા-ઇઝરાઈલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે રાંધણગેસમાં અછત વર્તાઈ રહી છે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર બુકિંગ માટે આપવામાં આવતા દિવસોમાં વધારો થતાં લોકોએ એજન્સીઓ પર લાઇનો જાેવા મળી રહી છે. દરમિયાન માર્કેટમાં ગેસ સિલિન્ડરના કાળા બજાર કરનારા તત્વોની વિગતો બહાર આવી છે. ત્યારે આ ળાબજારિયાઓ પર પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી પર પુરવઠા વિભાગની કાર્યવાહીને પગલે નવા કનેક્શન માટે ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. ગેસ એજન્સીઓ પર રોજ પાંચથી છ નવા કનેક્શન માટે અરજી આવી રહી છે. અમદાવાદમાં ૧૦૦ જેટલી ગેસ એજન્સીની ઓફિસો કાર્યરત છે. જાેકે હાલમાં ઓઇલ કંપનીઓ દ્વારા નવા કનેક્શન આપવાનું બંધ કરાયું છે. જેથી જ્યારે કંપનીઓ દ્વારા નવા કનેક્શન આપવાનું શરૂ કરાશે ત્યારે તમામ અરજીઓ પર કામગીરી હાથ ધરાશે. બીજી તરફ એજન્ટો મારફતે જે લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવતા હતા, તેઓને સિલિન્ડર લેવામાં મુશ્કેલી પડી રહી છે. આવા અનરજિસ્ટર્ડ લોકોને ગેસ એજન્સીમાં જઇ કનેક્શન રજિસ્ટર કરાવી લેવા એજન્સી સંચાલકોની અપીલ કરી છે. રેગ્યુલર ગેસ સિલિન્ડર સપ્લાય મેળવવા કનેક્શન રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે. આ અંગે ન્ઁય્ ફેડરેશન ઓફ ગુજરાત સર્કલના વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષ પટેલ જણાવે છે કે, નવા કનેક્શનોની અરજી દિવસમાં પાંચ-છ તો આવે છે અને આખા ગુજરાતમાં જાેવા જઈએ તો અત્યારે અછતના હિસાબે નવા કનેક્શનની અરજીઓ ઘણી આવે છે. એવા વ્યક્તિઓની અરજીઓ આવે છે કે જે ડબલ બોટલ કનેક્શન ધરાવતા હતા અને ફેમિલીથી અલગ થયા છે અને અત્યારે એમને પીએનજીની પણ લાઈન વેટિંગમાં હોય. વધુમાં બે-બે બોટલ વાપરતા હોય અને અલગ અલગ ફેમિલીમાં હોય તેવા લોકો નવું બીજું કનેક્શન લેવાની ઇન્ક્વાયરી કરી રહ્યા છે. હાલમાં અનરજિસ્ટર્ડ કનેક્શનને રજિસ્ટર્ડ કરાવી લેવા ગ્રાહકોને ગેસ એજન્સી સંચાલકોની અપીલ છે. માર્કેટની અંદર પ્રાઇવેટ પ્લેયર્સને ગણતા ગણી જે કન્ઝમ્પશન છે તેના ૨૫થી ૩૦%થી ઉપરના કસ્ટમરો જે છે જે અનરજિસ્ટર્ડ છે.