ગાંઘીનગર-

ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિ મહત્વપૂર્ણ હતું.ગાંધીનગરને આગામી ગુરૂવારે નવા મેયર મળી શકે છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીત્યા બાદ ભાજપે હજુ સુધી મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામો જાહેર નથી કર્યા. જો કે મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ગુરૂવારે મળશે. જેમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની જાહેરાત થશે.

સામાન્ય સભા પહેલા ભાજપની કોર કમિટીની બેઠક મળશે. જેમાં મેયર સહિતના નામો પર મહોર લગાવવામાં આવશે .ગાંધીનગરમાં મેયર પદ અનામત હોવાથી હિતેશ મકવાણા, ભરત દિક્ષીતનું નામ ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયરના પદ પર મહિલા કોર્પોરેટરને સ્થાન મળી શકે છે તેવી શક્યતા છે. હાલમાં જ યોજાયેલી ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાં 41 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જયારે કોંગ્રેસને 2 અને આપ પક્ષને 1 બેઠક મળી છે.