લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026 |
વડોદરા |
1980
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી સંદર્ભે આજે પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં મધ્યઝોનના ૮ જિલ્લાઓના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રીઓ સહિત હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખે મધ્યગુજરાતમાં ચૂંટણીની તૈયારી માટે જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યુ હતુ. જ્યારે પક્ષના ચૂંટણી લડવા ઈચ્છુક તમામ કાર્યકરોના ફોર્મ સ્વિકારવા જણાવ્યું હોવાનું તેમજ ચૂંટણી માટેની જે કમિટીઓ બનાવી છે તે તમામ તૈયારી શરૂ કરવા સુચના આપી હોવાનું તેમજ આ કાર્યકરોની ચૂંટણી છે એટલે તમામે કામે લાગી જવા સુચના આપી હોવાનુું જાણવા મળે છે.
વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ ચૂંટણી સંયોજક ગોરધન ઝડફીયા, મધ્યગુજરાતના મહામંત્રી અને પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌોહાણ સહિતની ઉપસ્થિતીમા મધ્યઝોનના ૮ જિલ્લા વડોદરા શહેર- જિલ્લા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના સાંસદ, ધારાસભ્યો પ્રમુખ, મહામંત્રીઓ અને મંડલ પ્રમુખોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાપ્રદેશ અધ્યક્ષે ચૂંટણીલક્ષી કામગીરીમાં જાેતરાઈ જવા માટે તમામ કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓના વિસ્તારમાં થયેલા વિકાસના કામોને મહત્તમ લોકો સુધી પહોંચાડવા મ સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારોને ચૂંટણીની કામગીરી માટે જે વિવિધ સમિતીઓ બનાવવામા આવી છે.તેમને કામગીરી શરૂ કરી દેવા અને જે કોઈ કાર્યકર ઉમેદવારી ફોર્મ ભરે તે તમામના ફોર્મ સ્વિકારવા માટે સુચના આપી હોવાની જાણવા મળે છે. શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ કહ્યું હતુ કે, બેઠકમાં તમામ કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગત ચૂંટણીમાં મધ્યઝોનમાં ૯૫ ટકા જેટલી બેઠકો ભાજપાએ જીતી હતી. આ વખતે ૧૦૦ ટકા બેઠકો જીતવાનો વિશ્વાસ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત હજુ સુધી ચૂંટણીમાં કોને ટીકીટ આપવામાં આવશે તે અંગે કોઈ ક્રાઈટેરીયા અંગે નિયમ આવ્યો નથી.ટુંક સમયમાં ચૂંટણીની જાહેરાત થશે. નિરીક્ષકોની નિમણૂંકો કરવામાં આવી છે. નિરીક્ષકો પણ વિવિધ જિલ્લાઓમાં જશે અને સેન્સ પ્રક્રિયા પણ કરવામાં આવશે. ઉમેદવારી કરવા ઈચ્છુકો ફોર્મેટમાં ફોર્મ ભરીને આપશે તે સ્વિકારવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ કહ્યું હતુ.