04, નવેમ્બર 2021
7722 |
ગાંધીનગર, રાજ્યમાં પંચાયત કેડરના તલાટી કમ મંત્રીઓમાંથી ઉપરના પ્રમોશન સર્કલ ઇન્સ્પેક્ટરના બદલે નાયબ તાલુકા વિકાસ અધિકારી સમકક્ષ વિસ્તરણ અધિકારી સંવર્ગ પદને અપગ્રેડ કર્યા પછી હવે આ અધિકારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે.રાજ્યમાં પંચાયત કેડરમાં તલાટીથી સર્કલ ઇન્સ્પેક્ટરના બદલે નાયબ તાલુકા વિકાસ અધિકારીના અપાયેલા પ્રમોશન માટે સરકારી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરી દીધું છે.આ માટે રાજ્યના નાણા મંત્રાલય વિધિવત પરિપત્ર પણ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના આ ર્નિણયનો સીધો લાભ ગ્રામ પંચાયતના સેવા તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સેંકડો કર્મચારીઓને થશે. જાેકે નાણા વિભાગના ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ ર્નિણય અંતર્ગત એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ૬ માર્ચ ૨૦૧૯ વચ્ચે પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા ધરાવતાં કર્મચારીઓ કે જે આ સમયગાળામાં નિવૃત્ત થયા છે તેવા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવામાં આવશે. જ્યારે અન્ય કર્મચારીઓ કે.જે ઉચ્ચતર પગારધોરણ પાત્રતા ધરાવે છે તેવા કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાના નિયમો બન્યા બાદ ફરજિયાત પરીક્ષા પાસ કરવી પડશે.એટલું જ નહીં આ શરતોને આધીન પાત્રતા ધરાવતા હાલના તમામ કર્મચારીઓને લાભ મળશે જાેકે તેમાં ઉલ્લેખ કરેલ છે કે દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ પણ ખાતાકીય તપાસ કરવાની શરતે જ મંજૂર કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ઘરમાં સર્કલ ઇન્સ્પેક્ટરની તમામ જગ્યાઓ હાલ વિસ્તરણ અધિકારી તરીકે અપગ્રેડ કરવામાં આવી છે ત્યારે ઘણા વર્ષો પછી પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ આપવા સાથે ખાસ કિસ્સામાં છૂટછાટ આપવાનો પરીપત્ર નાણા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.