સરકાર ઝૂકી..!, ચોમાસુ સત્રમાં અતારાંકિત સવાલો પૂછવાની છૂટ અપાઇ

દિલ્હી-

14 સપ્ટેંબરથી શરૂ થઇ રહેલા સંસદના ચોમાસું સત્રમાં પ્રશ્ન કાળ રદ કરવાના સરકારના ર્નિણયનો પ્રચંડ વિરોધ થતાં સરકારે નમતું જાેખ્યું હતું અને અતારાંકિત સવાલો પૂછવાની છૂટ આપી હતી.

અત્રે એ પ્રક્રિયા સમજવાની જરૂર રહે છે. અતારાંકિત પ્રશ્નોના જવાબ સંબંધિત ખાતાના પ્રધાન લેખિત આપે છે એટલે કે એની ચર્ચા થતી નથી. તારાંકિત સવાલોના જવાબો મૌખિક આપવાના હોય છે. કોરોના કાળને આગળ કરીને સરકારે પ્રશ્ન કાળ રદ કરવાના કરેલા ર્નિણયની વિપક્ષોએ આકરી ટીકા કરી હતી. પરિણામે સરકારે નમતું જાેખવું પડ્યું હતું. કોંગ્રેસી સભ્ય શશી થરૂરે તો સરકાર પાસે આ મુદ્દે ખુલાસો માગ્યો હતો. થરૂરે એવો આક્ષેપ કર્યો હતો કે મેં ચાર મહિના પહેલાં કહેલું કે કોરોનાના બહાને સરકાર મતભેદો દબાવી દેવાના પ્રયાસો કરશે. સાંસદોને સુરક્ષિત રાખવાના બહાને પ્રશ્ન કાળ રદ કરવાનો આ ર્નિણય કેટલે અંશે વાજબી ગણવો ? 

સંસદીય લોકશાહીમાં સરકાર પાસે કામગીરીનો જવાબ માગવો એ લોકશાહીનો ઓક્સિજન છે. એને દબાવી દઇ શકાય નહીં. સરકાર પોતાની બહુમતીના જાેરે જે ખરડો પાસ કરાવવો હોય એ પાસ કરાવે છે. સંસદને નોટિસ બોર્ડ જેવી બનાવી દેવામાં આવી હતી એવો આક્ષેપ પણ થરૂરે કર્યો હતો. તેમણે કહ્યું કે કથળી રહેલા અર્થતંત્ર અને સરહદો પરના તનાવને લગતા સવાલો વિપક્ષો ન પૂછે એવી ભાવનાથી સરકારે પ્રશ્ન કાળ રદ કર્યો હતો. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution