પાંચ દિવસના સપ્તાહની સરકારની વિચારણા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026  |   1881

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણથી ઉદભવેલી કટોકટીની સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલનો કરકસરયુક્ત ઉપયોગની અપીલ કરી છે. જેને પગલે હવે ગુજરાત સરકાર દ્વારા ચાર મહિના અગાઉ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ સ્થાને બનેલી વહીવટી સુધારણા સમિતિ દ્વારા અપાયેલા પાંચ દિવસના સપ્તાહના અમલીકરણ અંગે ગાંધીનગરના સચિવાલયમાંથી જ ઈંધણ બચાવવાના અભિયાનનો પ્રારંભ કરવા માટેની ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે કોઈ ર્નિણય લેવાય તે ભવિષ્યના વિચારીને લેવામાં આવે. જેથી ભવિષ્યમાં સરકારને પાછી પાની કરવી ન પડે તેવી ટકોર કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઈને સમગ્ર વિશ્વમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પેટ્રોલ-ડીઝલ, વીજળી સહિતની બાબતોમાં કરકસર કરવાની અપીલ કરી હતી. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલની બચત સહિતના મુદ્દાઓ અંગે કાર પુલિંગ, વાહનોના બિનજરૂરી વપરાશને ટાળવા, મેટ્રો રેલ, સરકારી બસો સહિતના જાહેર વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરવા ઉપર સરકારે ભારે મૂક્યો છે. તેવા સંજાેગોમાં ઈંધણ અને વીજળીની બચતને લઈને રાજ્ય સરકારની વહીવટી સુધારણા સમિતિ દ્વારા આજથી ચાર મહિના અગાઉ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ નિગમો સહિતની કચેરીઓમાં પાંચ દિવસનું સપ્તાહ કરવાની ભલામણ કરાઇ હતી, તેના અમલીકરણ માટેની સરકારમાં ગતિવિધિ તેજ બની છે. પીએમ મોદીના કરકસરની અપીલને અનુકૂળ થાય તે માટે રાજયમાં પાંચ દિવસનું સપ્તાહ કરવા અંગે સરકાર દ્વારા ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારનું વહીવટી તંત્ર પાંચ દિવસના સપ્તાહ માટેની કાર્યવાહી અંગે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની તેમજ અગાઉની બેઠકમાં એવી સૂચના અપાઈ છે કે, કરકસર માટે જે કોઈ ર્નિણય લેવામાં આવે તે લાંબા ગાળાનું વિચારીને કરવામાં આવે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution