gst કલેક્શન ઓગસ્ટમાં ૧.૮૬ લાખ કરોડ થયું : વાર્ષિક ૬.૫ % વધારો
01, સપ્ટેમ્બર 2025 2376   |  


નવી દિલ્હી, આજે સોમવારે કેન્દ્ર સરકારે ય્જી્ કલેક્શનના આંકડા રજૂ કર્યા હતાં. ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન ૧.૮૬ લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૬.૫ ટકા વધુ છે. ઓગસ્ટ ૨૦૨૪ માં ૧.૭૫ લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયંુ હતું. બીજી તરફ, જાે આપણે પાછલા મહિનાની વાત કરીએ તો, જુલાઈ ૨૦૨૫ માં ય્જી્ કલેક્શનથી સરકારી તિજાેરીમાં ૧.૯૬ લાખ કરોડ રૂપિયા સામે નજીવો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક આવકમાં ઉછાળાને કારણે, ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન ૧.૮૬ લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયું. ગયા મહિને આ આવક ૯.૬ ટકા વધીને ૧.૩૭ લાખ કરોડ રૂપિયા થઈ હતી. જ્યારે ઈમ્પોર્ટ ડ્યુટી ૧.૨ ટકા ઘટી રૂ. ૪૯,૩૫૪ કરોડ થયું હતું. જાે આપણે જીએસટી રિફંડ પર નજર કરીએ તો, તે વાર્ષિક ધોરણે ૨૦ ટકા ઘટી રૂ. ૧૯,૩૫૯ કરોડ થયંુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution