/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દેશમાં જીએસટી કલેક્શન ફરીથી વિક્રમજનક સપાટીએ, જૂઓ માર્ચ માસના આંકડા

નવી દિલ્હી-

દેશમાં સળંગ છઠ્ઠા મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે. માર્ચમાં જીએસટી કલેકશન વિક્રમજનક ૧.૨૩ લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. ગયા વર્ષે માર્ચની સરખામણીમાં ચાલુ વર્ષે માર્ચમાં જીએસટી કલેક્શન ૨૭ ટકા વધારે રહ્યું છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે જીએસટી કલેક્શનમાં જોવા મળી રહેલી જોરદાર વૃદ્ધિ અર્થતંત્ર રિકવર થવાના સંકેત છે. નકલી બિલિંગ પર ઝીણવટભરી નજર, ડેટા એનાલિસિસ અને અસરકારક ટેક્સ વહીવટી તંત્રને કારણે પણ જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

માર્ચ, ૨૦૨૧માં કુલ જીએસટી કલેકશન ૧,૨૩,૯૦૨ કરોડ રૂપિયા રહ્યું છે. જે પૈકી સેન્ટ્રલ જીએસટી ૨૨,૯૭૩ કરોડ રૃપિયા, સ્ટેટ જીએસટી ૨૯,૩૨૯ કરોડ રૃપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૬૨,૮૪૨ કરોડ રૂપિયા અને ૮૭૫૭ કરોડ રૃપિયાના સેસનો સમાવેશ થાય છે. માર્ચ, ૨૦૨૦માં જીએસટી કલેકશન ૯૭,૫૯૦ કરોડ રૂપિયા રહ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચ, ૨૦૨૧નું જીએસટી કલેક્શન જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીનું સૌથી વધારે છે. ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં માર્ચમાં જીએસટી કલેકશન ૨૭ ટકા વધારે રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જૂન અને સપ્ટેમ્બર કવાર્ટરમાં જીએસટીની આવકમાં ૪૧ ટકા અને આઠ ટકાનો ઘટાડો થયો હતો. એપ્રિલ, ૨૦૨૦માં જીએસટી કલેક્શન ૩૨,૧૭૨ કરોડ રૃપિયાની વિક્રમજનક નીચલી સપાટીએ રહ્યું હતું. જીએસટી કલેક્શન આ અગાઉ ફેબુ્રઆરીમાં ૧.૧૩ લાખ કરોડ રૃપિયા, જાન્યુઆરીમાં ૧.૧૯ લાખ કરોડ રૃપિયા, ડિસેમ્બરમાં ૧.૧૫ લાખ કરોડ રૂપિયા, નવેમ્બરમાં ૧.૦૪ લાખ કરોડ રૂપિયા, ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રૃપિયા અને સપ્ટેમ્બરમાં ૯૫,૪૮૦ કરોડ રૃપિયા, ઓગસ્ટમાં ૮૬,૪૪૯ કરોડ રૂપિયા, જુલાઇમાં ૮૭,૪૨૨ કરોડ રૂપિયા, જૂનમાં ૯૦,૯૧૭ કરોડ રૂપિયા, મેમાં ૬૨,૧૫૧ કરોડ રૃપિયા અને એપ્રિલમાં ૩૨,૧૭૨ કરોડ રૂપિયા રહ્યું હતું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution