ગુજરાત પોલીસ ટેકનિકલ કેડરની ૯૫૦ જગ્યાઓ માટે ૨૩મીએ પરીક્ષા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   1980

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ટેકનિકલ કેડરની ૯૫૦ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે જે ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રવિવારે રાજ્યભરના નિર્ધારિત કેન્દ્રો પર યોજાશે.આ ભરતી અભિયાન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ૧૭૨, ટેકનિકલ ઓપરેટરની ૬૯૮, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની ૩૫ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની ૪૫ જગ્યાઓનો સમાવેશ થાય છે. કુલ ૯૫૦ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડે  ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. બોર્ડે જાહેર કર્યું છે કે પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર, સમય, કોલ લેટર તથા અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અલગથી જાહેર કરવામાં આવશે. ભરતી પ્રક્રિયાની પ્રથમ તબક્કા તરીકે ૨૩ ઓગસ્ટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ જાહેર કરાયેલી ભરતીની જાેગવાઈઓ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ થતી તમામ સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરે. બોર્ડે વધુમાં ઉમેર્યું છે કે ઉમેદવારોને પરીક્ષા સંબંધિત તમામ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નિયમિતપણે નજર રાખવી જરૂરી છે. ઉમેદવારો માટે તમામ સૂચનાઓ અને કોલ લેટર સમયસર વેબસાઇટ પર મુકવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution