09, ડિસેમ્બર 2023
198 |
ગાંધીનગર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિને રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા આજે મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં ૪૦ હોદ્દેદારો ઉપરાંત ચાર ફ્રન્ટલના પ્રમુખોનો સમાવેશ કરાયો છે.લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોના નામની જાહેરાત કરાઈ છે, તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત પૂર્વ પ્રમુખો, રાજ્ય સભાના સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપરાંત ચાર ફ્રન્ટલના પ્રમુખોનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં ૪૦ સભ્યોનો સમાવેશ કરાયો છે તેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. અમી યાગ્નિક, નારાયણ રાઠવા, દીપક બાબરિયા, મધુસુદન મિસ્ત્રી, શૈલેશ પરમાર, લાલજી દેસાઈ, તુષાર ચૌધરી, સી. જે. ચાવડા, અનંત પટેલ, વિમલ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, સોનલ પટેલ, પ્રભા તાવીયાડ, જિગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, કાદિર પીરજાદા, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ, પુંજા વંશ, વીરજી ઠુમ્મર, વિક્રમ માડમ, ગ્યાસુદ્દીન શેખ, ચંદ્રિકા ચુડાસમા, બલદેવ ઠાકોર, રઘુ દેસાઈ, નૌશાદ સોલંકી, કિશન પટેલ, ગૌરવ પંડ્યા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સમાવેશ કરાયો છે. જયારે યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર અને વિજય પટેલનો સમાવેશ કરાયો છે.