લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
2079
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા રવિવાર ના રોજ મદની મર્કઝ ફૈઝાને મદિના મિરઝાપુર અહમદાબાદ ખાતે હજ તરબિયત ઈજતેમાઅ યોજવામાં આવ્યો હતો. અત્રે પુરુષોને તાલીમબદ્ધ મુબલ્લીગો દ્વારા હજના તમામ અરકાન થીયરી અને પ્રેક્ટીકલ સાથે સમજાવવામાં આવ્યા હતા તથા મદીના શરીફની હાજરી કઈ રીતે કરવી અને કઈ રીતે અદબ જાળવવો તેની સમજણ આપવામાં આવી હતી. એજ રીતે બહેનો માટે આવો જ હજ તરબિયત ઈજતેમાઅ શનિવારના રોજ મિરઝાપુર કુરેશ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા આલેમા દ્વારા જરૂરી સમજણ આપવામાં આવી હતી. આ બંને સ્થળે હજ અને ઉમરાહ પર જનારા ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.