હાર્દિક પંડ્યાનો મોટો ધડાકો, મુંબઈ ઈન્ડિયન્સ છોડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026  |   3069


મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા આગામીIPL સીઝનમાં ટીમ સાથે જાેવા નહીં મળે. સતત ખરાબ સીઝન પછી તણાવને કારણે હાર્દિકે ફ્રેન્ચાઈઝી છોડવાનું મન બનાવી લીધું છે.

૩૨ વર્ષીય ઓલરાઉન્ડરે સીઝનની વચ્ચે જ MIના ટીમ મેનેજમેન્ટને પોતાના આ ર્નિણયની જાણકારી આપી દીધી હતી. જેવી ટીમ પ્લેઑફમાંથી બહાર થઈ, હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પરસ્પર સહમતિથી અલગ થવાનો રસ્તો સાફ થઈ ગયો.

હાર્દિક પંડ્યા વર્ષ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે પરત ફર્યો હતો. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની જગ્યાએ તેને કેપ્ટનશીપ સોંપી હતી.આ પછીથી જ ચાહકો નારાજ હતા. પહેલા વર્ષ (૨૦૨૪)માં પણ મેદાન પર હાર્દિકનું જાેરદાર હૂટિંગ (બૂઇંગ) થયું હતું અને વર્તમાન સીઝનમાં પણ વસ્તુઓ તેની યોજના મુજબ રહી ન હતી.સતત બે સીઝન સુધી દર્શકોના ગુસ્સાનો સામનો કરવા છતાં હાર્દિકે હંમેશા કહ્યું કે આ સફર મુશ્કેલ પણ મનોરંજક રહ્યો છે. જાેકે, હવે તેણે અલગ થવાનો ર્નિણય કર્યો છે.

IPL એક સોર્સે જણાવ્યું કે, હાર્દિક માનસિક રીતે ખૂબ તણાવમાં હતો અને સંપૂર્ણપણે થાકી ગયો હતો. તેને પીઠમાં ઈજા (બેક ઈન્જરી) પણ થઈ હતી. જેવી પ્લેઑફની આશાઓ સમાપ્ત થઈ, હાર્દિકે ટીમના ડિસીઝન-મેકર્સને જણાવી દીધું કે તે હવે ટીમમાં નહીં રહે. સોર્સે આગળ કહ્યું કે એક યુવા ખેલાડી આખરે કેટલું સહન કરી શકે, તેના માટે છેલ્લા ત્રણ વર્ષ સરળ રહ્યા નથી.

સોર્સ મુજબ, હાર્દિકે વર્ષ ૨૦૨૨માં જે મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમને છોડ્યો હતો, ૨૦૨૪માં પરત ફરવા પર તે તેવો રહ્યો નહોતો. હાર્દિક પંડ્યા વર્ષ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે પરત ફર્યો હતો. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની જગ્યાએ તેને કેપ્ટનશીપ સોંપી હતી. આ પછીથી જ ચાહકો નારાજ હતા. પહેલા વર્ષ (૨૦૨૪)માં પણ મેદાન પર હાર્દિકનું જાેરદાર હૂટિંગ (બૂઇંગ) થયું હતું અને વર્તમાન સીઝનમાં પણ વસ્તુઓ તેની યોજના મુજબ રહી ન હતી. જાેકે, તે આનાથી પ્રભાવિત દેખાયો હતો, છતાં પણ તેણે કહ્યું હતું કે ‘આ સફર મુશ્કેલ પરંતુ મજેદાર રહી.’IPLએક સોર્સના જણાવ્યા પ્રમાણે, હવે તેની સહનશક્તિ ખૂટી ગઈ છે. સૂત્રએ કહ્યું, ‘એક યુવાન આખરે કેટલું સહન કરી શકે? છેલ્લા ત્રણ વર્ષ તેના માટે સરળ રહ્યા નથી. ૨૦૨૨માં જે ડ્રેસિંગ રૂમ તે છોડીને ગયો હતો, ૨૦૨૪માં પરત ફરવા પર તે એવો રહ્યો નહોતો.’‘આ પછી ટીમના તમામ સિનિયર ખેલાડીઓ એકમત નહોતા. જાે વિચારો અલગ હોવા છતાં પરિણામો સારા આવે, તો નિરાશા થતી નથી. પરંતુ જ્યારે દરેક જણ અલગ-અલગ દિશામાં ખેંચે, તો એક સમય પછી આગળ વધવાની માનસિક ક્ષમતા બચતી નથી. તેથી હાર્દિકે મિડ-સીઝનમાં જ નક્કી કરી લીધું હતું કે તે આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ નહીં હોય.’

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution