હરણી ભીડભંજન મંદિરનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   2178

આગામી ૨ એપ્રિલના રોજ હનુમાન જયંતી છે, ત્યારે વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાન મંદિર ભારતનું પહેલુ હનુમાન મંદિર હોવાનો દાવો મંદિરના મહંતે કર્યો છે. આ માટે તેઓએ સતત ૭ વર્ષ સુધી રામચરિત માનસ અને સ્કંદપુરાણ સહિતના ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે ૨૯ માર્ચે મંદિરના મહંત હર્ષદગિરી ગોસ્વામીએ ભીડ ભંજન હનુમાન મંદિર ભારતનું પહેલુ હનુમાન મંદિર હોવાની જાહેરાત કરી છે.

સ્કંદપુરાણનાવ વિશ્વામિત્ર મહાત્મ્યમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોના જેષ્ઠ ભ્રાતા યુદ્ધીષ્ઠિર વચ્ચેના સંવાદમાં વડોદરાના હરણી સ્થિત હનુમાનજીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રામચરિત માનસના બાલકાંડમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે ભગવાન રામજીની આજ્ઞાથી હનુમાનજી અહીં બિરાજ્યા હોવાનું પણ મહંતે જણાવ્યું છે. હરણી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતનું સૌપ્રથમ મંદિર હોવાની જાહેરાત હું પુરાણો અને શાસ્ત્રોના મત મુજબ કરી રહ્યો છું. ૭ વર્ષના અભ્યાસ પછી આ સિદ્ધ થયું છે. ભારતભરમાં હનુમાનજીના અનેક નાના-મોટા મંદિરો છે અને દરેકની પોતાની વિશેષતા અને પૂજનીયતા છે. પરંતુ હરણીમાં બિરાજમાન આ ‘ભીડભંજન હનુમાનજી’ કંઈક અલગ છે. શિવના અગિયારે-અગિયાર રુદ્ર જેમાં સમાયેલા હોય અને અગિયાર રુદ્રના ઈશ્વર તરીકે જાે કોઈ બિરાજમાન હોય, તો આ ભારતનું પહેલું મંદિર છે મદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અથવા તે સ્વયંભૂ હોય છે, પરંતુ અહીં તો રામજીની આજ્ઞાનું પાલન કરીને હનુમાનજી અહીં સ્થાપિત થયા છે. રામચરિત માનસમાં પણ તેનો ઉલ્લેખ છે. “સિર ધરિ આયસુ કરિહુ તુમ્હારા, પરમ ધર્મ યહ નાથ હમારા”. જ્યારે હનુમાનજીએ રામજીની આજ્ઞા સ્વીકારી ત્યારે તેમની મુદ્રા કેવી હતી? એક હાથ મસ્તક પર અને એક હૃદય પર આ એ જ મુદ્રામાં બિરાજમાન મનુષ્ય રૂપી હનુમાનજી છે.

ભગવાન શિવના મૂળ સ્વરૂપનો શ્રૃંગાર

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર અમારી ખુશી વ્યક્ત કરવા માટે અમે ભગવાન શિવના મૂળ સ્વરૂપનો શૃંગાર તૈયાર કરાવ્યો છે. આ કાપડના વસ્ત્રો નથી, પણ ડાયમંડ અને જડતરથી બનેલો દિવ્ય શૃંગાર છે. ભક્તોનો ભાવ એટલો મોટો છે કે તેની કિંમત તો નાની લાગે. આ શૃંગાર રાજકોટમાં અમિતભાઈ અને પ્રદીપભાઈ સોની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution