દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક hdfc બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું
07, જુલાઈ 2024 693   |  


નવીદિલ્હી,તા.૭

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ૐડ્ઢહ્લઝ્ર બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકે તેના કરોડો ગ્રાહકોને ઈમેલ અને મેસેજ દ્વારા જાણ કરી છે. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ૐડ્ઢહ્લઝ્ર બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકે તેના કરોડો ગ્રાહકોને ઈમેલ અને મેસેજ દ્વારા જાણ કરી છે કે શનિવાર, ૧૩ જુલાઈ, ૨૦૨૪ ના રોજ બેંકની ઘણી સેવાઓ કેટલાક કલાકો સુધી બંધ રહેશે. ૐડ્ઢહ્લઝ્ર બેંક તેની સિસ્ટમ અપગ્રેડ કરવા જઈ રહી છે. જેના કારણે ગ્રાહકોને ૧૩ કલાક સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેંકે તેના ગ્રાહકોને જાણ કરી છે કે તેઓ તેમના તમામ કામ અગાઉથી જ કરી લે જેથી તેમને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

એચડીએફસી બેંકે તેના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરતી વખતે બેંકે ઈમેલ દ્વારા ગ્રાહકોને એમ પણ કહ્યું છે કે જુલાઇનો બીજાે શનિવાર પસંદ કરવામાં આવ્યો છે જેથી ગ્રાહકોને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ રજાનો દિવસ છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને તેમના રોજિંદા કામ પર ઓછી અસર પડશે. ગ્રાહકોને વધુ સારી ઓનલાઈન સુવિધાઓ પૂરી પાડવા અને વધુ ટ્રાફિકનું સંચાલન કરવા માટે બેંક તેની સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે.

ગ્રાહકોને ૧૩ જુલાઈના રોજ સવારે ૩ વાગ્યાથી ૩.૪૫ વાગ્યાની વચ્ચે ેંઁૈં સેવા નહીં મળે. ગ્રાહકો સવારે ૯.૩૦ થી ૧૨.૪૫ વાગ્યા સુધી ેંઁૈં સેવાનો ઉપયોગ કરી શકશે નહીં. બેંકના છ્‌સ્ અને ડેબિટ કાર્ડના ગ્રાહકો કેટલીક મર્યાદાઓ સાથે સવારે ૩ થી ૩.૪૫ અને સવારે ૯.૩૦ થી ૧૨.૪૫ સુધી તેનો ઉપયોગ કરી શકશે. આ સિવાય નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સેવાઓ ૧૩ કલાક માટે આંશિક રીતે કાર્યરત રહેશે. આ ઉપરાંત બેંક ખાતા, બેંક ખાતામાં પૈસા જમા કરાવવા, ૈંસ્ઁજી, દ્ગઈહ્લ્‌, ઇ્‌ય્જી જેવી ફંડ ટ્રાન્સફર કરવા સંબંધિત સેવાઓ પણ બંધ રહેશે. આ સિવાય બેંક પાસબુક ડાઉનલોડ કરવા અને ખાતા તરત ખોલવા જેવી સેવાઓ પણ ખોરવાઈ જશે.

બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૐડ્ઢહ્લઝ્ર બેંકના ગ્રાહકો કોઈપણ અવરોધ વિના તેમની ક્રેડિટ કાર્ડ સેવાઓનો ઉપયોગ કરી શકશે. સિસ્ટમ અપગ્રેડની તેના પર કોઈ અસર થશે નહીં. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ર્ઁજી ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ઈન્ક્‌વાયરી અને ઁૈંદ્ગ ચેન્જ જેવી સેવાઓ પણ ચાલુ રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution